અમેરિકાનું બીજુ સૌથી મોટુ શહેર લોસ એન્જલન્સ હાલમાં ચર્ચામાં છે. અહી સતત છાશવારે હિંસા ફાટી નીકળે છે તો ક્યારેક વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. બે દિવસથી ઇમિગ્રેશન રેડ વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શન થઇ રહ્યુ છે. પ્રદર્શનકારીઓએ સંઘીય એજન્ટો વચ્ચે તકરાર ચરમસીમા પર છે. શનિવારે આ તણાવ વધારે વધી ગયો હતો. ત્યારબાદ ટ્રમ્પ પ્રશાસને 2,000 નેશનલ ગાર્ડની સેનાને ખડકી દીધી છે.
લોસ એન્જલન્સ કેલિફોર્નિયા પ્રાંતનું સૌથી મોટુ શહેર છે
લોસ એન્જલન્સ કેલિફોર્નિયા પ્રાંતનું સૌથી મોટુ શહેર છે અને સમગ્ર દેશનું સૌથી મોટુ શહેર છે, જનસંખ્યાના હિસાબે ન્યૂયોર્ક સિટી પછી લોસ એન્જલન્સનું નામ આવે છે આ હોલિવુડ અને અમેરિકાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રમુખ કેન્દ્ર છે. લોસ એન્જલન્સમાં આ સમયે સ્થાનીક વેપારીઓ પર ગેરકાયદેસર દેશમાં ઘુસેવા લોકોને પકડી પાડીને દેશનિકાલ કરી રહ્યા છે. આ કાર્યવાહી સામે વિરોધ વણસી રહ્યો છે.
જાણી જોઇને તકરારો કરાવવામાં આવે છે
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝોમે આ મામલે કહ્યુ છે કે જાણી જોઇને તકરારો કરાવવામાં આવે છે. ઉશ્કેરણી કરવામાં આવે છે. આના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રથ સોશિયલ પર પ્રતિક્રિયા આપીને કહ્યુ છે કે જો કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યૂઝોમ અને લોસ એન્જલન્સના મેયર કરેન બૈસ પોતાનું કામ નહી કરે તો હવે સંઘીય સરકાર હસ્તક્ષેપ કરશે અને લુટારાઓ હિંસા કરનારાઓને પાઠ ભણાવશે.
વિરોધ પ્રદર્શનનો આજે બીજો દિવસ
શનિવારે લોસ એન્જલન્સમાં સતત બીજા દિવસે એજન્ટો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી અને તકરાર થઇ હતી. શુક્રવારે ICEઇમિગ્રેશન રેડ પછી ભારે નારાજગી જોવા મળી રહી છેઆ ટક્કર શહેરના દક્ષિણ-પૂર્વ ભાગના પૈરામાઉન્ટમાં થઇ જ્યારે ગેસ માસ્ક પહેરેલા હથિયારોથી સજ્જ સઁઘીય એજન્ટાએ પ્રદર્શનકારીઓને ફટાકાર્યા હતા. ત્યારે વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો.