ઇરાનના કોમ પાસે સ્થિત ફોર્દો ન્યૂક્લિયર સાઇટ એક પહાડમાં છુપાયેલી એ ગુફા છે જે અમેરિકા અને ઇઝરાયલ બન્નેની નજરમાં મોટો ખતરો છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે, તે આના પર હુમલો કરી શકે છે. પરંતુ અમેરિકા સામે એક પડકાર પણ છે કે તે આટલી ઊંડાણમાં સ્થિતિ આ સ્થળ પર હુમલો કેવી રીતે કરશે. ફોર્દો ઇરાનની સૌથી મોટી બીજા નંબરની ન્યૂક્લિયર સાઇટ છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જે બાદ સૌ કોઇની નજર ફોર્દો ન્યૂક્લિયર સાઇટ પર જોવા મળી રહી છે.
અમેરિકાએ ફેંક્યો પડકાર
ઇરાનની સૌથી સુરક્ષિત અને રહસ્યમયી ન્યૂક્લિયર સાઇટ ફોર્દોને ગણાવામાં આવે છે. અમેરિકાએ પડકાર ફેંકતા કહ્યુ છે કે, તેઓ આ સ્થળ પર સૈન્ય હુમલો કરશે. તો આ તરફ, બ્રિટનની ગુપ્તચર એજન્સી MI6ના પૂર્વ પ્રમુખ જોન સોવર્સે જણાવ્યુ છે કે, અમેરિકાએ ફોર્દોને ખત્મ કરી દેવી જોઇએ. વોશિંગટન ડીસીના થિંક ટેન્ક નેશનલ યૂનિયન ફોર ડેમોક્રેસી ઇરાન સાથે જોડાયેલા ખુસરો અસ્ફહાનીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યુ છે કે, ન્યૂક્લિયર સાઇટ ફોર્દોને હટાવવું એ ઇસ્લામી શાસનને કાબૂ કરવા સમાન છે.
ન્યૂક્લિયર સાઇટ ફોર્દોનું રહસ્ય
ન્યૂક્લિયર સાઇટ ફોર્દો ઇરાનનું સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. કોમથી 32 કિલોમીટર અને તેહરાનથી 95 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલા એ પર્વતમાં આ સાઇટ છે. જે 80 મીટર ઊંડાણમાં છુપાયેલી છે. આ સાઇટનું નિર્માણ 2006માં ગુપ્તરીતે શરૂ કરવામાં આવ્યયુવ હતુ. 2009માં તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જે બાદ ઇરાનમાં તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.
ફોર્દો કેમ છે ઇઝરાયલની નિશાના પર ?
ઇઝરાયલ ઇરાનના પરમાણુ કાર્યક્રમને પોતાના માટે ખતરો ગણે છે. ફોર્દો અને નતાંજ જેવા સ્થળો તેના નિશાના પર સૌથી પહેલા આવે છે. નિષ્ણાંતો માને છે કે, દુનિયામાં માત્ર અમેરિકા પાસે જ એવા હથિયારો છે જે ફોર્દોને ઉડાવી શકે છે. GBU-57 Massive Ordnance Penetrator નામનું 13 હજાર કિલો બંકર બસ્ટ બોમ્બ છે. આ પર્વતોને પણ ડગમગાવી શકે છે. ઇઝરયલ પાસે બોમ્બ છે પરંતુ તે ફોર્દોને ઉડાવવા માટે નિષ્ફળ સાબિત થશે.