By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    18 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રદ્ધા તથા કૃતજ્ઞતાનું પાવન પર્વ ગુરુપૂર્ણિમા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રદ્ધા તથા કૃતજ્ઞતાનું પાવન પર્વ ગુરુપૂર્ણિમા

AgraGujarat Rajkot
Last updated: 2025/07/03 at 4:55 AM
9 months ago
Share
શ્રદ્ધા તથા કૃતજ્ઞતાનું પાવન પર્વ ગુરુપૂર્ણિમા
SHARE

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે. `આચાર્ય દેવો ભવ:’ કહીને આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે જે જીવનમાં અજ્ઞાનનાં અંધારાંને દૂર કરી શકે. આપણાં શાસ્ત્રોમાં પણ ગુરુ શબ્દના વિભિન્ન અર્થ દર્શાવવામાં આવ્યા છે.

ગારયતે વિજ્ઞાપયતિ શાસ્ત્ર રહસ્યમય ઈતિગુરુ: અર્થાત્ જે વેદાદિ શાસ્ત્રોનાં રહસ્યોને સ્પષ્ટ કરે છે તે જ ગુરુ છે. ગિરતિ અજ્ઞાનાન્ધકારમ્ ઈતિ ગુરુ: અર્થાત્ જે પોતાના અણમોલ ઉપદેશો દ્વારા શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે તે જ ગુરુ છે. શાસ્ત્રોમાં જણાવેલા ગુરુના અર્થ પણ જાણવા જેવા છે. શાસ્ત્રોમાં `ગુ’નો અર્થ જણાવ્યો છે અંધકાર અથવા મૂળ અજ્ઞાન અને `રુ’નો અર્થ જણાવ્યો છે તેનો નિરોધક, તેને દૂર કરનાર. ગુરુને એટલા માટે ગુરુ કહેવામાં આવે છે કેમ કે અજ્ઞાન તિમિરનું તેઓ જ્ઞાનાંજન શંલાકાથી એટલે કે પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની આવશ્યકતા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે.

ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે. ગુરુકૃપાના અભાવમાં તે સંભવ નથી. ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે. આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે. શ્રીરામ, કૃષ્ણ, કબીર, વિવેકાનંદ, દયાનંદ વગેરેએ પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે.

અષાઢ માસની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે. ગુરુપૂર્ણિમા વર્ષાઋતુની શરૂઆતમાં આવે છે.

આ દિવસથી લઈને ચાર મહિના સુધી સાધુ-સંત એક જ સ્થાને રહીને પોતાની પાસે રહેલી જ્ઞાનગંગાને વહાવે છે. આ ચાર મહિના ઋતુની દૃષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી. આથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. જેવી રીતે સૂર્યના તાપથી તપ્ત ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા પાક પેદા કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરુચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગશક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.

ગુરુનું મહત્ત્વ

સદ્ગુરુ અંત:કરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ પ્રત્યેક શિષ્યના અંત:કરણમાં નિવાસ કરે છે. તેઓ ઝગમગતી જ્યોતિ સમાન છે, જે શિષ્યની બુઝાઈ ગયેલી હૃદયજ્યોતિને પ્રગટાવે છે. ગુરુ મેઘની જેમ જ્ઞાનવર્ષા કરીને પોતાના શિષ્યને જ્ઞાનવૃષ્ટિમાં નવડાવે છે. ગુરુ એક એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા સુશોભિત કરે છે.

ગુરુ અભેદનું રહસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરવાની કળા શીખવે છે. આ દુ:ખરૂપ સંસારમાં ગુરુકૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે, જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે.

જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, સત્તા, પિતા, પુત્ર, ભાઈ અથવા જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત સદ્ગુરુની છે. સદ્ગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનથી પ્રાપ્તિ કરાવે છે.

શિષ્યોનું અનુપમ પર્વ

સાધક માટે ગુરુપૂર્ણિમા વ્રત અને તપશ્ચર્યાનો દિવસ છે. આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ, ફળ કે અલ્પાહાર લેવો જોઈએ.

ગુરુના દ્વારે જઈને ગુરુદર્શન, ગુરુસેવા અને ગુરુસત્સંગનું શ્રવણ કરો. આ દિવસે ગુરુની પૂજા કરવાથી આખા વર્ષની પૂર્ણિમાના દિવસે કરેલાં સત્કર્મોનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

શિષ્યે ગુરુ, ઈષ્ટ, આત્મા અને મંત્ર આ ચારેયમાં ઐક્યનાં દર્શન કરવાં જોઈએ. શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ. જે શિષ્ય સદ્ગુરુનું પાવન સાંનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે, તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષનાં દ્વાર ખૂલે છે. જો તમે સદ્ગુરુને રીઝવવા માંગતા હોવ તો આજના દિવસે તેમને કંઈક દક્ષિણા જરૂર આપવી જોઈએ.

ગુરુપૂર્ણિમાની ઉજવણી

ભારતભરમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાચીનકાળમાં વિદ્યાર્થી, ગુરુના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો. આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી પ્રેરિત થઈને તે પોતાના ગુરુનું પૂજન કરીને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપીને કૃતકૃત્ય થતો હતો. આજે પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી. પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે. મંદિરોમાં પૂજા થતી હતી, પવિત્ર નદીઓમાં સ્નાન થતાં હતા, ઠેર-ઠેર ભંડારા થતા હતા અને મેળાઓ ભરાતા હતા. આ દિવસે અલગ-અલગ જગ્યાએ જુદા-જુદા પ્રકારે ઉજવણી થતી હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. બંગાળી સાધુઓ પોતાનું માથું મૂંડાવીને પરિક્રમા કરે છે. આજના દિવસે સનાતન ગોસ્વામીનો તિરોભાવ થયો હતો. વ્રજમાં આ પર્વને મુડિયા પૂનો કહેવામાં આવે છે. હરદ્વારમાં ગુુરુપૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થાય છે. પૂજન-અર્ચન કરે છે અને ગરીબોને દાન-પુણ્ય કરે છે. શિરડીમાં પણ આ પર્વને ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન-પૂજા આદિ કર્મોથી નિવૃત્ત થઈને ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગુરુ પાસે જવું જોઈએ. તેમને ઊંચા સુસજ્જિત આસન પર બેસાડીને ફૂલોની માળા પહેરાવવી જોઈએ. ત્યારબાદ વસ્ત્ર, ફૂલ, ફળ તથા માળા અર્પણ કરી તથા થોડુંક ધન તેમને ભેટમાં આપવું જોઈએ. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આશીર્વાદથી આપેલી વિદ્યા સિદ્ધ અને સફળ થાય છે. આ પર્વને શ્રદ્ધાપૂર્વક મનાવવું જોઈએ. ગુરુપૂજનનો મંત્ર છે.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર।

ગુરુ સાક્ષાત્પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરુવે નમ:॥

ગુરુપૂર્ણિમાના દિવસે તો શિષ્યોએ પ્રાર્થના કરવી જોઈએ કે હે ગુરુદેવ! ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર તમારાં ચરણોમાં મારા કોટિ પ્રણામ. તમે જે પદ પર આજે વિશ્રાંતિ મેળવી રહ્યા છો, તે જ પદ પર હું પણ વિશ્રાંતિ મેળવવા માટે કાબેલ બનું. જ્યારે આત્મા-પરમાત્માથી અંતરની વધુ ક્ષણો બાકી ન હોય, ઈશ્વર કરે કે ઈશ્વરમાં અમારી પ્રીતિ થઈ જાય. પ્રભુ એવી કૃપા કરે કે પ્રભુના નાતે ગુરુ-શિષ્યનો સંબંધ બન્યો રહે.

અષાઢ માસમાં જ ગુરુપૂર્ણિમા શા માટે?

અષાઢ મહિનો વર્ષાઋતુમાં આવે છે, ત્યારે મોટાભાગે આકાશમાં વાદળ છવાયેલાં રહે છે. તેને કારણે ઘણીવાર ચંદ્ર દેખાતો નથી. શક્ય છે પૂનમના દિવસે પણ ચંદ્ર ન દેખાય. બીજી પણ ઘણી પૂર્ણિમાઓ છે, જેમ કે શરદપૂર્ણિમા. તેને શા માટે પસંદ કરવામાં ન આવી અને અષાઢ મહિનાની પૂર્ણિમાને જ ગુરુપૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી?

અષાઢ મહિનાની પૂર્ણિમા પસંદ કરવા પાછળ કેટલીક મહત્ત્વની બાબતો સંકળાયેલી છે. ગુરુ એ પૂર્ણિમા જેવા અને શિષ્ય અષાઢનાં વાદળ જેવા હોવાનું કલ્પવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાએ તો ચંદ્ર સુંદર દેખાય છે, કારણ કે આકાશ ખાલી હોય છે. ત્યાં શિષ્ય જ નહીં માત્ર ગુરુ જ છે. અષાઢમાં વાદળરૂપી શિષ્યો જન્મ-જન્માંતરના અંધકાર કે અજ્ઞાન લઈને આકાશમાં ઘેરાયેલા છે. જેમના પર ગુરુ ચંદ્ર પ્રકાશ પાત કરે છે. અંધારાથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે, તે જ સાચા ગુરુ છે. આકાશમાં તમને ચંદ્ર ભલે ન દેખાય, પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. તેઓ ક્યારેય અંધારું થવા દેતા નથી.

આપણે ગુરુ માટે સૂર્યને પસંદ કરી શકતા હતા, પરંતુ આપણે ચંદ્ર પસંદ કર્યો, કારણ કે સૂર્ય પાસે પોતાનો પ્રકાશ છે, જ્યારે ચંદ્ર પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી. તે જ રીતે ગુરુ પાસે પણ પોતાનો પ્રકાશ નથી, તેમનામાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશ પરમાત્માનો છે. જેમ આપણે સૂર્ય સામું સીધું ખુલ્લી આંખે જોઈ શકતા નથી, તેમ પરમાત્મા તરફ પણ સીધું જોઈએ શકતા નથી. પરમાત્મા તરફ જોવામાં ગુરુ શિષ્યને મદદ કરે છે. આથી જ કબીરે કહ્યું છે કે, ગુરુ ગોવિંદ દોઉં ખડે કાકે લાગુ પાય. એટલે કે કોના ચરણમાં વંદન કરું? એવો સમય આવ્યો છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા છે. પછી કબીરે ગોવિંદના ચરણમાં જ સ્પર્શ કર્યો, કારણ કે બલિહારી ગુરુ આપકી, જો ગોવિંદ દિયો બતાય.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 18 hours ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?