આજે અનેક લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. શરીરમાં વધતી ચરબી દૂર કરવા લોકો ક્રશ ડાયટ કરે છે તો કયારેક જીમનો સહારો લે છે. જો કે ઘરના રસોડામાં જ આપણી અનેક સ્વાસ્થ્ય સમસ્યાના ઉપચાર મળી રહે છે. અજમા અને જીરું આ બંને મસાલાનો અનેક વાનગીમાં ઉપયોગ થાય છે.
શરીર માટે એક ચમત્કારિક લાભ
સામાન્ય લાગતા આ બંને મસાલાનું મિશ્રણ શરીર માટે એક ચમત્કારિક લાભ આપે છે. આ મિશ્રણથી બનાવવામાં આવેલ બેસ્ટ ટોનિક શરીરની ચરબી ઓગળવા માટેનો રામબાણ ઘરેલુ ઉપચાર છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મળે છે. આવો જાણીએ કેવી રીતે આ બંને મસાલાનો શરીરની ચરબી દૂર કરવો ઉપયોગ કરવો જોઈએ.
આ રીતે બનાવો બેસ્ટ ટોનિક
જીરું અને અજમો શરીરની વધારાની ચરબી દૂર કરવા અસરકારકાર ઘરેલું ઉપચાર છે. આ બેસ્ટ ટોનિક બનાવવા 1 ચમચી અજમો અને 1 ચમચી જીરું અને 2 ગ્લાસ પાણી લો. તમે આખી રાત અજમો અને જીરુંને પાણીમાં પલાળી રાખો. પછી સવારે આ પાણીને ઉકાળો. પાણી અડધું થાય ત્યાં સુધીને તેન ઉકાળતા રહો. ત્યારબાદ પીવાલાયક થાય ત્યારે તેમાં લીબું ઉમેરી તરત તેનું સેવન કરી લો.
આ બેસ્ટ ટોનિકમાં વધુ સારો લાભ મેળવવા મેથીના દાણા અને ગોળનો ઉપયોગ કરી શકો છો. સવારે પાણી ગરમ કરો ત્યારે તેમાં આ સામગ્રી સામેલ કરવી અને પછી ઉકાળવું. આ બેસ્ટ ટોનિકનો શ્રેષ્ઠ લાભ લેવા હોય તો સવારે ખાલી પેટે તેનું સેવન કરવું. 21 દિવસ સુધી સતત આ પાણીનું સેવન કરવાથી થોડા જ સમયમાં તેની અસર દેખાવા લાગે છે.
આ ઉપચાર કરતા રાખો આ બાબતનું ધ્યાન
અજમા અને જીરાના પાણીના સેવનની સાથે જલદી વજન ઉતરે તે માટે સંતુલિત આહાર અને હળવી કસરતને પણ પોતાની દિનચર્યામાં સામેલ કરો. યાદ રાખો કે જે લોકોને પેટ સંબંધિત ફરિયાદ રહેતી હોય તેમણે ડોક્ટરની સલાહ લીધા બાદ આ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવો. તેમજ સગર્ભા સ્ત્રીઓ અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. કારણ કે અજમાની તાસીર ગરમ હોય છે એટલે સતત આ પાણીનું સેવન પેટસંબંધિત ફરીયાદમાં વધારો કરી શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.


