ગરમ મસાલો ભારતીય રસોઇનો એક મહત્વનો ભાગ છે. તેની સુગંધ અને સ્વાદ બંને જ જમવાની મજા વધારી દે છે. જોકે અનેક લોકોની એક સમસ્યા હોય છે કે ગરમ મસાલો ખાધા બાદ તેમને એસિડિટી અથવા પેટમાં બળતરા જેવુ થાય છે. જો તમને પણ આવું ઘણી વખત થાય છે તો આ આર્ટિકલ તમારા માટે. આવો જાણીએ કે આખરે લોકોને ગરમ મસાલાથઈ એસિડીટી કેમ થાય છે અને તે પરેશાનીથી છૂટકારો મેળવવા શું કરવું?
આ વિષય પર ડોક્ટરનું કહેવુ છે કે, ગરમ મસાલો એકલો એસિડીટીનું કારણ નથી બનતુ. ઉપરથી તેમાં રહેલા મસાલા જેમ કે જીરૂં, ધાણાજીરૂં, તજ, ઇલાયચી, લવિંગ, કાળા મરી એ તો પાચન સંબંધિત વસ્તુઓમાં સપોર્ટ કરે છે.
કેમ આ સમસ્યા વધુ થાય છે?
ગરમ મસાલો ખાતી વખતે કેટલીક સામાન્ય ભૂલોના કારણે એસિડિટી કે પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ થાય છે. જેમ કે,
મસાલાને વધુ તેલમાં ફ્રાય કરીને ખાવાથી એસિડિટી થાય છે.
એક સાથે વધુ મસાલા ખાવાથી પ્રોબ્લેમ થઇ શકે છે.
બજારમાં પેકેટ વાળા મસાલામાં કલર કે એડિટિવ્સનો ઉપયોગ કરેલો હોય છે એનાથી એસિડીટી થઇ શકે છે.
જો વ્યક્તિને પેટમાં સોજો છે અથવે એસિડિટી છે તેમ છતાં વધુ મસાલાવાળું જમી લીધુ તો તે પરેશાની વધી શકે છે.
આ સ્થિતિમાં ગરમ મસાલો પેટ માટે ભારે પડી શકે છે.
આ રીતે સમસ્યા દૂર કરો.
આને માટે ગરમ મસાલાને હંમેશા થોડીક માત્રામા અને ઓછાં તેલમાં બનાવીને ખાવો. સ્વાદ વધારવા માટે થોડોક જ ગરમ મસાલો જરૂરી છે.
જે લોકોને પહેલેથી જ એસિડ રિફ્લક્સ અથવા ગેસ્ટ્રિકની સમસ્યા છે, તેઓ ગરમ મસાલાનું સેવન ઓછું કરો.
જમવાની સાથે સાથે સલાડ, દહીં અથવા છાશ લેવાથી તે મસાલાનું બેલેન્સ કરી શકે છે.
આ સિવાય બજારમાંથી મળતા ગરમ મસાલા સિવાય ઘરે બનાવેલો તાજો ગરમ મસાલો ઉપયોગ કરો.


