ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજના સમયમાં જ્યાં લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પૌષ્ટિક આહાર બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ બને છે. શાકાહારી લોકો માટે મખાનાની જેમ કેળા પણ એક સુપરફૂડ છે. કારણ કે આ એવું ફળ છે જે આખું વર્ષ મળે છે. દરરોજ કેળાનું સેવન હાડકા મજબૂત બનાવવા સાથે અનેક ગંભીર બીમારીઓથી દૂર રાખશે.
આ રીતે કરો કેળાનું સેવન
આરોગ્ય લાભ લેવા તમે સવારે ઉઠતાની સાથે જ કેળાનું સેવન કરશો તો જબજસ્ત ફાયદો થશે. આ ફળ ખાવામાં સ્વાદિષ્ટ છે. કેળામાં કુદરતી ખાંડનો સ્ત્રોત હોવાના કારણે શરીરમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ દૂર કરવામાં મદદરૂપ બનશે. દરરોજ તમારા દિનચર્યામાં એક કેળું સામેલ જરૂર સામેલ કરવું જોઈએ. તમે ખાલી પેટે અથવા હૂંફાળા દૂધ સાથે કેળાનું સેવન કરી શકો છો. આ ઉપરાંત શરીરની નબળાઈ દૂર કરવા સપ્તાહમાં 2 થી 3 વખત કેળા, સાથે દૂધ અને ખજૂર નાખી તેનો શેક બનાવી પીવાથી ચમત્કારિક લાભ થશે.
દરરોજ કેળું ખાવાથી થશે આ ફાયદા
કેળમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ અને ફાઈબર રહેલા છે. દરરોજ ફક્ત 1 કેળું ખાવાથી પાચન સંબંધિ સમસ્યા અને સાંધાના દુખાવામાં મદદરૂપ બનશે. સવારે ખાલી પેટે કેળાના સેવનથી હાડકા વધુ મજબૂત થશે. તેનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખીને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. કેળામાં ફ્રુક્ટુલિગોસેકરાઇડ્સ (FOS) જેવા પ્રીબાયોટિક્સ હોય છે, જે પેટ અને આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. આ સારા બેક્ટેરિયા યીસ્ટ અને હાનિકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે, જે યીસ્ટ ચેપ અને UTI ને રોકવામાં મદદ કરે છે. કેળાનું સેવન ઝાડા જેવી સમસ્યામાં ઔષધિ જેવું કામ કરે છે.


