કેટલાક લોકોને વારંવાર પેટમાં દુખાવો રહેતો હોય છે. ભોજનનું યોગ્ય રીતે પાચન ના થતા પેટ સંબંધિત સમસ્યા ઉદભવે છે. આજકાલ લોકોમાં જંકફૂડનું સેવન અને ભોજનમાં અનિયમિતતાના કારણે સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રમાણ પહેલાની સરખામણીએ અનેકગણું વધ્યું છે. જો તમને પણ વારંવાર પેટમાં અપચો, ગેસ થવાની સમસ્યા રહેતી હોય તો આ ઘરેલુ ઉપાય જરૂર અજમાવો.
આ ઘરેલુ ઉપચાર અજમાવો
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે પેટમાં થતો ગેસ દૂર કરવા આ ઉપચાર વધુ અસરકારક સાબિત થશે. આ માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ ચપટી મીઠું અને ચપટી હિંગ સાથે સંચળ અને એક ચમચી ગોળનું મિશ્રણ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં ખાવાનો સોડા નાખીને પીવાથી પેટમાં રાહત લાગશે. એવું કહેવાય છે કે પેટમાં ઊંધો ગેસ ચઢતો હોય તો આ ઘરેલુ ઉપચારથી રાહત મળશે. આ ઉપરાંત અજમાનું પાણી, જીરાનું પાણી અને ફૂદીનાના પાણીનું સેવન કરી શકો છો. આ પાણીને ખાલી પેટે પીવાથી પેટના ભયંકર દુખાવાો અને અપચાની સમસ્યા દૂર થશે.
રોજિંદા આહારમાં કરો સામેલ
ગેસથી છુટકારો મેળવવા માટે, તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની અને તમારી જીવનશૈલીમાં સુધારો કરવાની જરૂર છે. ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો. પોતાના રોજિંદા આહારમાં નાળિયેર પાણી, લીંબુ પાણી, દહીં અને છાશ જેવી વસ્તુઓને સામેલ કરો. આ હેલ્ધી ડ્રિંકસ આંતરડાને સ્વસ્થ રાખશે. આ ઉપરાંત આથાવાળી વસ્તુઓ અને ગેસ ઉત્પન્ન કરતા શાકભાજી રાત્રે ખાવાનું ટાળો. દિવસભર પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. આ ઉપાયથી ગેસ અને કબજિયાતની સમસ્યામાં મોટી રાહત મળશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


