By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    17 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન બલિ રાજાના દ્વારપાળ કેમ બન્યા?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન બલિ રાજાના દ્વારપાળ કેમ બન્યા?

AgraGujarat Rajkot
Last updated: 2025/08/28 at 5:17 AM
7 months ago
Share
ભગવાન બલિ રાજાના દ્વારપાળ કેમ બન્યા?
SHARE

વામન જયંતી

વામન અવતાર ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર છે. ભગવાન શ્રીહરિની લીલા અનંત છે અને તેમાંથી જ એક વામન અવતાર છે. શ્રીમદ્ભગવદ્ પુરાણમાં એક કથા છે. તે પ્રમાણે દેવ અને દૈત્યોના યુદ્ધમાં દૈત્ય પરાજિત થવા લાગ્યા. દૈત્યો અને બલિ જ્યારે ઈન્દ્રના વજ્રથી મૃત્યુ પામતા ત્યારે દૈત્યગુરુ શુક્રાચાર્ય પોતાની મૃત સંજીવની વિદ્યાથી બલિ અને અન્ય દૈત્યોને જીવિત તથા સ્વસ્થ કરી દેતા. રાજા બલિ માટે શુક્રાચાર્યજી એક મહાન યજ્ઞનું આયોજન કરે છે તથા અગ્નિ પાસેથી દિવ્ય રથ, બાણ, અભેદ્ય કવચ મેળવે છે. તેનાથી અસુરોની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને અસુરસેના અમરાવતી પર આક્રમણ કરવા લાગે છે.

ઈન્દ્ર રાજા બલિની ઈચ્છા સારી રીતે જાણતા હતા કે સો યજ્ઞ પૂરા કરીને તે સ્વર્ગને મેળવવા માટે સક્ષમ બની જશે, તેથી ઈન્દ્ર ભગવાન વિષ્ણુના શરણમાં જાય છે. ભગવાન વિષ્ણુ તેમની મદદ કરવાનું આશ્વાસન આપે છે અને ભગવાન વિષ્ણુ માતા અદિતિના ગર્ભમાંથી ઉત્પન્ન થવાનું વચન આપે છે.

દૈત્યરાજ બલિ દ્વારા દેવોના પરાભવ પછી કશ્યઋષિના કહેવાથી અદિતિ પયોવ્રતનું અનુષ્ઠાન કરે છે, જે પુત્રપ્રાપ્તિ માટે કરવામાં આવે છે. વ્રતના પ્રભાવે ભાદરવા સુદ બારસના દિવસે ભગવાન વિષ્ણુ માતા અદિતિના ગર્ભથી પ્રગટ થઈને વામન અવતાર ધારણ કરે છે. તેઓ બ્રહ્મચારી બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે. મહર્ષિ કશ્યપ બીજા ઋષિઓ સાથે વામનજીનો ઉપનયન સંસ્કાર કરે છે. વામન બટુકને મહર્ષિ પુલહ યજ્ઞોપવિત, અગત્સ્ય મૃગચર્મ, મરીચિ પલાશ દંડ, આંગિરસ વસ્ત્ર, સૂર્ય છત્ર, ભૃગુ ખડાઉ, બૃહસ્પતિ જનેઉ તથા કમંડળ, અદિતિ કોપીન, સરસ્વતીજી રુદ્રાક્ષની માળા તથા કુબેર ભિક્ષાપાત્ર આપે છે.

ત્યારબાદ ભગવાન વામન પિતાની આજ્ઞા લઈને દૈત્યરાજ બલિ પાસે જાય છે. તે સમયે રાજા બલિ નર્મદાના ઉત્તર તટ પર છેલ્લો યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન વામન બલિ પાસે ભિક્ષા માગવા પહોંચી જાય છે. બ્રાહ્મણ બનેલા ભગવાન વિષ્ણુ ભિક્ષામાં ત્રણ પગલાં ભૂમિ માગે છે. રાજા બલિ દૈત્યગુરુ શુક્રાચાર્યની ના કહેવા છતાં પણ પોતાના વચન પર અડગ રહેતાં ત્રણ પગલાં ભૂમિનું દાન આપવાનું સ્વીકારે છે.

વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક પગમાં સ્વર્ગાદિ ઊર્ધ્વ લોકો તથા બીજા પગમાં પૃથ્વી માપી લે છે. હવે ત્રીજું પગલું રાખવા માટે કોઈ સ્થાન બચ્યું નહોતું. બલિ સામે સંકટ પેદા થયું. એવામાં બલિ પોતાનું વચન પૂરું કરવા માટે ભગવાનની સામે પોતાનું માથું ધરીને કહે છે કે, `ત્રીજો પગ તમે મારા માથા પર મૂકો.’ વામન ભગવાને આવું જ કર્યું અને બલિના માથા પર પગ મૂકીને પાતાળમાં મોકલી દીધો. તેઓ બલિને પાતાળમાં રહેવાનો આદેશ આપે છે અને બલિ સહર્ષ તેનો સ્વીકાર કરે છે. બલિના વચનપાલનથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને દૈત્યરાજ બલિને વરદાન માંગવા કહે છે. તેના બદલામાં બલિ રાત-દિવસ ભગવાનને પોતાની સામે રહેવાનું વચન માગે છે. શ્રી વિષ્ણુ પોતાનું વચન પાળવા માટે પાતાળલોકમાં રાજા બલિના દ્વારપાળ બનવાનું સ્વીકારે છે.

આ રીતે પૂજન કરો

વામન દ્વાદશીના દિવસે પ્રાત:કાળે ભક્તોએ શ્રીહરિનું સ્મરણ કરવું અને વિધિવિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ. ભગવાન વામનનું પંચોપચારે અથવા ષોડશોપચારે પૂજન કર્યા પછી ચોખા, દહીં વગેરે વસ્તુઓનું દાન કરવું ઉત્તમ મનાય છે. સંધ્યા સમયે વ્રતીએ ભગવાન વામનની પૂજા કરવી અને વ્રતકથા સાંભળવી, ત્યારબાદ પરિવારના લોકોએ સાથે પ્રસાદ ગ્રહણ કરવો. શક્ય હોય તો જાગરણ કરવું. આ વ્રત કરવાથી ભગવાન વામન પ્રસન્ન થઈને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે. – સુખદેવ આચાર્ય

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 6 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?