શરીરને સ્વસ્થ રાખવામાં પોષક તત્વોથી ભરપૂર આહારનું સેવન કરીએ છીએ. શરીર સ્વસ્થ રાખવા શરીરમાં પોષક તત્વોમાં સંતુલન જરૂરી છે. પ્રોટીન પણ એક જરૂરી પોષક તત્વ છે. પ્રોટીન સ્નાયુઓને સુધારવાની સાથે સાથે શરીરને ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ જરૂરિયાત કરતાં વધુ પ્રોટીન ખાવાનું શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
વધુ પડતું પ્રોટીનયુક્ત આહાર નુકસાનકારક
સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા કયાંક વધુ પડતું પ્રોટીનયુક્ત આહાર ખાવાથી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. વધુ પડતું પ્રોટીન ખાવાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તે ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, મર્યાદામાં પ્રોટીન ખાઓ. આપણે પ્રોટીનનું વધુ પડતું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહેલું છે. આના કારણે, તમારું હૃદય બીમાર થઈ શકે છે. શરીરમાં પ્રોટીનની વધુ પડતી માત્રામાં સેવન કરવાથી કિડનીમાં જોખમ વધે છે. કિડનીમાં પથરીનું કારણ બની શકે છે અને આ સમસ્યા આગળ જતા કિડની ફેલ્યોરનું જોખમ પણ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો પાચન સંબંધિત સમસ્યાનો સામનો કરતા હોય તેમણે મર્યાદાીત માત્રામાં પ્રોટીન ખાવું જોઈએ.
આ આહાર પ્રોટીનના સ્ત્રોત
આરોગ્ય નિષ્ણાતના મતે સોયા, મગફળી, કેળા, ઓટસ, મસૂર દાળ, અને પલાળેલી બદામ તેમજ દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટમાં પ્રોટીન વધુ રહેલું છે. આ તમામ ખાદ્યપદાર્થ પ્રોટીનથી ભરપૂર છે. જો તમે દરરોજ પોતાના આહારમાં આ ખાદ્યપદાર્થને સામેલ કર્યા હોય તો જરૂર આ બાબત ધ્યાનમાં રાખો. તમારે શરીરમાં પ્રોટીનનું સ્તર જાળવી રાખવા ફક્ત એક જ ખાદ્યપદાર્થને સામેલ કરવો જોઈએ. શક્ય બને ત્યાં સુધી રાત્રિના ડિનરમાં વધુ પ્રોટિનયકુત આહારને ટાળવો. કારણ કે રાત્રે શરીરની પાચનક્રિયા મંદ પડે છે. અને ખોરકાનું જલદી પાચન ના થતા સ્વાસ્થ્ય સમસ્યા વધે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


