શરીરમાં સામાન્ય સમસ્યા હોય તો પણ આપણને કામ કરવામાં મુશ્કેલી પડે છે. સામાન્ય પગમાં દુખાવાના કારણે ચાલ બદલાઈ જાય છે. તો હાથના દુખાવાના કારણે કામ ધીમી રીતે કરીએ છીએ. તેમ મોંઢાના ચાંદા તમારા સુંદર સ્મિત અને વાતચીત રોકે છે. મોંઢામાં ચાંદા પડવાનું મુખ્ય કારણ પેટ સાથે સંબંધિત છે.
મોંઢાના ચાંદા થશે દૂર
આરોગ્ય નિષ્ણાતના મતે મોંઢામાં ચાંદા પડવાનું કારણ પેટની અયોગ્ય સફાઈ છે. આ ઉપરાંત ખરાબ ખાવા-પીવાની આદતના કારણે અને પેટમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થવાના કારણે પણ શરીરમાં આ સમસ્યા જોવા મળે છે. મસાલેદાર ખોરાકનું નિયમિત સેવન, પેટમાં ગરમીનું વધુ પ્રમાણ, ઊંઘનો અભાવ તેમજ તણાવ અને શરીરમાં વિટામિન બી-કોમ્પ્લેક્સનો અભાવના કારણે પણ મોંઢાના ચાંદા પડી શકે છે. મોંઢાના ચાંદાના કરાણે ખાવા-પીવામાં મુશ્કેલી પડે છે તમે મનગમતું ખાવાનું ખાઈ શકતા નથી. આ સમસ્યામાં ઘરેલુ ઉપાય એક રામબાણ ઇલાજ બનશે.
આ ઘરેલુ ઉપચાર કરી મોંઢાના ચાંદા કરો દૂર
હળદર શરીર સમસ્યા દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઔષધિ છે. મોંઢાના ચાંદા દૂર કરવા તમે હળદર સાથે મધનો ઉપયોગ કરો. આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ચપટી મધ અને હળદર મિક્સ કરી દિવસ દરમિયાન આ પાણીથી કોગળા કરવાથી મોઢાના ચાંદાના દુખાવામાં રાહત મળશે. તેમજ નાળિયેર તેલને મોઢામાં નાખીને 2-3 મિનિટ સુધી ધોવાથી પણ સોજો અને બળતરામાં રાહત મળશે. આ ઉપરાંત ગિલોય પણ મોંઢાના ચાંદા દૂર કરશે. ગિલોય સાથે સવારે ખાલી પેટે 4-5 તુલસીના પાન ચાવો અને હુંફાળું પાણી પીવાથી મોંઢાની ગરમી નીકળી જશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.


