વજન ઘટાડો..વજન ઘટાડો..સોશિયલ મીડિયાથી લઈને ટીવી પરની જાહેરાતોમાં પણ લોકો જુદા-જુદા નુસખા જણાવે છે. વજન ઘટાડવું એક સમયે પરીક્ષાના અઘરા પેપર જેવું લાગે છે. કારણ કે પરીક્ષા આપ્યા બાદ પરિણામ સુધી લાંબો સમય રાહ જોવી પડે છે. તેમ વજન ઘટાડવા લોકો દાદી-નાનીના નુસખાથી લઈને ક્રશ ડાયટ કરે છે. પ્રખ્યાત હેલ્થ એક્સપર્ટ ડો. દવેએ જણાવ્યું કે વજન ઘટાડવું મુશ્કેલ બાબત નથી. જો સંતુલિત આહારની સાથે યોગ્ય શારીરિક પ્રવૃતિ કરવામાં આવે તો તમે ચોક્કસથી વજન ઘટાડી શકો છો.
વજન ઘટાડવા હેલ્ધી ખોરાક બનશે મદદરૂપ
જયારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે રોજિંદો આહાર સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. આહારમાં એવી અનેક વસ્તુઓ છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ફિટનેસ બાબતે કેટલાક લોકો જાગૃત હોય છે. આ લોકો દિનચર્યામાં પરંપરાગત ગુજરાતી થાળી, ગરમ સૂપ, જયુસ, ઓટસ, ક્વિનોઆ, સ્પ્રાઉટસ અને સોયાબીન જેવા પોષકતત્વોથી ભરપૂર હેલ્ધી ખોરાકને સામેલ કરે છે. પરંતુ આ લોકોને પણ વજન ઘટાડવા માટે ખરેખર ઓટસ ખાવું કે ક્વિનોઆ તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. સ્વસ્થ રીતે વજન ઘટાડવા શરીરની જરૂરિયાત મુજબ આહારને સામેલ કરવો જોઈએ તેવું હેલ્થ એક્સપર્ટ કહે છે.
વજન ઘટડાવા કયો આહાર બેસ્ટ વિકલ્પ
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ ઓટસ અને ક્વિનોઆ બંને ફાઈબરથી ભરપૂર છે. ક્વિનોઆમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) પણ ઓછો હોય છે. તેમાં બધા નવ આવશ્યક એમિનો એસિડ હોવાથી તેને સુપર ગ્રેન કહેવામાં આવે છે. તે ગ્લુટેન-મુક્ત અને પ્રોટીનથી ભરપૂર છે. જયારે ઓટસ સવારના નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. આ ખાધા બાદ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. જેના કારણે તમે વારંવાર ખોરાક ખાતા નથી. સ્વસ્થ રીતે વજન ઘટાડવા માગતા લોકો માટે ક્વિનોઆ અને ઓટસ બંને શ્રેષ્ઠ છે. આહારમાં કયા ફૂડને સામેલ કરવું તે તમારી જીવનશૈલી, પસંદગી અને જરૂરીયાત પર આધાર રાખે છે. જો વધુ પ્રોટીન જોઈતું હોય તો ક્વિનોઆ શ્રેષ્ઠ છે. અને વજન ઘટાડવા માટે ઝડપી નાસ્તા ઇચ્છતા હોય તો ઓટ્સ વાનગી યોગ્ય છે.


