યુવાનોને મનપસંદ નવરાત્રિ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. શરીર ફિટ હશે તો તમે નવરાત્રિ તહેવારનો આનંદ માણી શકશો. નવરાત્રિમાં આખી રાત ગરબે ઘૂમવા માટે શરીરમાં ઉર્જા જરૂરી છે. અને અત્યારે ઠેર-ઠેર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આ વરસાદી ઋતુમાં શરીરમાં સુસ્તી આવી જશે. નવરાત્રિમાં ગરમે ઘૂમવા શરીરને સ્ફૂર્તિમય અને ઉર્જાવાન બનાવવા આજથી આહારમાં આ ખોરાકને સામેલ કરી દો.
શરીરમાં સુસ્તી, સવારનો નાસ્તો જરૂ કરો
રાત્રે સારી ઉંઘ લીધા બાદ પણ સવારે પથારીમાંથી ઉઠવાની આળસ આવે છે. વરસાદી વાતાવરણમાં બહારનું ચટપટું અને તળેલી વાનગી ખાવાનું વધુ મન થાય છે. અને શરીરમાં ફેટ જમા થવા લાગે છે અને વજન પણ વધે છે. વજન ઘટાડવા અને ફિટ રહેવા સવારનો નાસ્તો બહુ જરૂરી હોય છે. નવરાત્રિ તહેવારમાં જો તમે વધુ સ્ફૂર્તિમાં રહેવા ઇચ્છતા હોવ તો આજથી જ તમે સવારના નાસ્તમાં આ વાનગીઓને સામેલ કરી દો.
સવારનો બેસ્ટ બ્રેકફાસ્ટ
સવારના નાસ્તામાં તમે ચિયાના બીજમાંથી બનાવેલ પોષક તત્વોથી ભરપૂર સ્મૂધી લઈ શકો છો. કેટલાક ઘરોમાં સવારની ચા સાથે પરાઠા અને ભાખરી ખાવામાં આવે છે. આ પણ સવારમાં ખવાતો બેસ્ટ બ્રેકફાસ્ટ છે. આ સિવાય તમે પ્રોટીનથી ભરપૂર ચણાના લોટના ચિલ્લા, મગ જેવા કઠોળમાંથી બનતા સ્પ્રાઉટસ અને ઓટસ પણ ખાઈ શકો છો. જો વધુ સમય ના હોય તો તમે ફ્રૂટ જયુસ અથવા તાજા ફળો પણ ખાઈ શકો છો. જેમાં કેળા અને એવોકાડો ફૂટસમાં એક બેસ્ટ વિકલ્પ છે.
સવારનો બ્રેકફાસ્ટ કેમ જરૂરી
આરોગ્ય નિષ્ણાત કહે છે કે હેલ્ધી રહેવા સવારનો નાસ્તો બહુ જ જરૂરી છે. નાસ્તામાં કેટલાક ખાસ ખોરાક ખાવાથી આખો દિવસ ઉર્જાવાન રહેશો. શરીરમાં હોર્મોન્સ સંતુલનમાં રહેશે અને બ્લડ સુગર પણ સામાન્ય રહેશે. આ સિવાય નાસ્તો કરવાથી બળતરાને નિયંત્રિત કરી શકશો અને આંતરડાની બળતરા પણ ઘટાડવામાં પણ મદદ મળશે. નિષ્ણાત કહે છે કે સવારનો નાસ્તો સ્કીપ કરવાથી આખો દિવસ સુસ્તી, નબળાઈ અને ચીડિયાપણું અનુભવશો. સવારના નાસ્તો તમારા હોર્મોન્સ, તમારા મૂડ અને સ્વાસ્થ્યને અસર કરે છે.


