મહિલાઓને હંમેશા ટ્રેન્ડીંગ વસ્તુઓનો ઉપયોગ કરવાનો શોખ હોય છે. પછી ભલે તે પોશાક હોય કે ઘરના રસોડાની વસ્તુઓ હોય. અત્યારે રસોડામાં નોન સ્ટીક વાસણનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડમાં છે. છતાં વર્ષો જૂના વપરાતા લોખંડના વાસણોનો ઉપયોગ ફરી ટ્રેન્ડમાં છે. લોકોમાં ફિટનેસને લઈને વધતી જાગૃકતાના કારણે ફરી રસોઈના વાસણોમાં લોખંડના કઢાઈનો ઉપયોગ થવા લાગ્યો છે.
રસોઈમાં લોંખડના વાસણનો વધ્યો ઉપયોગ
રસોઈમાં લોંખડના વાસણનો ઉપયોગ વધવાને પ્રખ્યાત ન્યુટ્રીશનિસ્ટે સારી બાબત ગણાવી છે. તેમનું કહેવું છે કે લોકો અત્યારે વિટામિન બી12 અને વિટામિન ડી3 અને પ્રોટીન પર વધુ ફોકસ કરી રહ્યા છે. પરંતુ વિટામિન અને મિનરલ્સની સાથે આપણા શરીરમાં આયર્નની જરૂરિયાત પણ એટલી જ જરૂરી છે. શરીર માટે આયર્ન એક જરૂરી પોષકતત્વ છે, જેના માટે હૃદયને આખા શરીરમાં ઓક્સિજન પંપ કરવાની જરૂર પડે છે. એટલે આપણે જે લોખંડ, એલ્યુમિનિયમ હોય કે નોનસ્ટીક વાસણ જેમાં ખોરાક રાંધીએ તે ધાતુ પણ ખોરાકની સાથે આપણા શરીરમાં જાય છે. શરીરમાં વધુ પડતુ એલ્યુમિનિયમ જતા સ્વાસ્થ્યમાં અનેક સમસ્યા ઉદભવે છએ. જ્યારે લોખંડના વાસણોમાં રસોઈ કરવાથી ખોરાકમાં આયર્ન નું પ્રમાણ વધે છે અને તેમાંથી થોડું આયર્ન શોષાય છે.
શરીરમાં આર્યનની ઉણપ દૂર થશે
ન્યુટ્રીશિઅન કહે છે કે શરીરમાં આયર્નનું સ્તર વધારવાનો આ એક સારો રસ્તો છે. આયર્ન એ એક ખનિજ છે જેનો ઉપયોગ શરીર વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે કરે છે. લોખંડના તપેલામાં રસોઈ કરવાથી મહિલાને તેમની દૈનિક આયર્નની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે છે. જ્યારે ખોરાકમાં રહેલા એસિડ વાસણમાં રહેલા આયર્ન સાથે પ્રતિક્રિયા આપે છે, ખોરાકમાં થોડી માત્રામાં આયર્ન મુક્ત થાય છે. જ્યારે શરીર લોખંડના વાસણોમાં રાંધેલો ખોરાક ખાય છે ત્યારે તે આયર્નને શોષી લે છે. શરીર હિમોગ્લોબિન અને માયોગ્લોબિન બનાવવા માટે આયર્નનો ઉપયોગ કરે છે, જે લાલ રક્તકણોમાં રહેલા પ્રોટીન છે જે શરીરના સ્નાયુઓમાં ઓક્સિજન પહોંચાડે છે. મહત્વનું છે કે ખોરાકમાં આયર્નનું પ્રમાણ તમે શું રાંધી રહ્યા છો અને તમે તેને કેવી રીતે રાંધી રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે.


