By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

    15 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

  • EpaperEpaperEpaper
Reading: નવરાત્રિ : આદ્યશક્તિની આરાધના કરવાનો સમય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

નવરાત્રિ : આદ્યશક્તિની આરાધના કરવાનો સમય

AgraGujarat Rajkot
Last updated: 2025/09/25 at 5:17 AM
6 months ago
Share
નવરાત્રિ : આદ્યશક્તિની આરાધના કરવાનો સમય
SHARE

નવરાત્રિની રાત સાધકને સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે સ્તરે પોતાની જાત સાથે મળવા માટે મદદ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉપવાસ તનને પવિત્ર કરે છે, મૌન વાણીને પવિત્ર કરે છે, ધ્યાન સ્વયંની વાતો સ્વયં સાથે કરાવે છે, જ્યારે પ્રભુનાં ગુણગાન આંતરિક ચેતનાનો પ્રાદુર્ભાવ કરી બેચેન થયેલા મનને શાંત કરે છે.

કાલિકાપુરાણમાં જણાવ્યું છે કે નવરાત્રિ એ આદ્યશક્તિની આરાધના કરવાનો સમય હોવાથી આ નવ દિવસ દરમિયાન સાધકે પોતાના મનને દિવ્ય ચેતનામાં લિપ્ત રાખવું જોઈએ. આ સમય દરમિયાન પોતાની અંદર જિજ્ઞાસાની ચેતનાનો દીપ પ્રગટાવવો જોઈએ તથા વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ કે પ્રકૃતિની જે શક્તિએ આપણને ધરતીની ગોદમાં ખેલવા માટે મૂક્યા તે શક્તિનો સ્રોત શું છે? આપણે કહીએ છીએ કે મનુષ્યોના આવા નિરર્થક પ્રશ્નો છે, પરંતુ પ્રકૃતિ અને માનવ વચ્ચેનો કોઈ પણ પ્રશ્ન નિરર્થક હોતો નથી. આવા જ સવાલ-જવાબથી મનુષ્ય સર્જનાત્મક અને વિજયી બને છે, પરંતુ પ્રકૃતિની સાથેની કોઈ પણ વાતચીતને આપણે નિરર્થક માનીએ છીએ અર્થાત્ આપણે નકારાત્મક વિચાર કરીએ છીએ. આ નકારાત્મક વિચાર મનમાં આવે તે સાથે જ તે મન પર પોતાનો કબજો જમાવી દે છે, જેનાથી આપણે આપણા લક્ષ્યથી વિચલિત થઈ જઈએ છીએ. જેને કારણે મનમાં રાગ, દ્વેષ, ઈર્ષા, અનિશ્ચિતતા, ભય, ડર, સંશય વગેરેનો જન્મ થાય છે. મનમાં રહેલા આ નકારાત્મક વિચારવિમર્શથી દૂર રહેવા માટે આપણે આપણા શરીરમાં જ છુપાયેલ સકારાત્મક શક્તિ ઊર્જાઓની પાસે જવું જરૂરી છે. આ ઊર્જાઓને પાછી મેળવવા માટે શક્તિની ઉપાસનાથી વિશેષ કંઈ હોઈ શકે છે? નવરાત્રિથી વિશેષ કોઈ સારો શક્તિનો તહેવાર હોઈ શકે?

દેવી ભાગવતમાં કહ્યું છે કે માતા દુર્ગાએ નવરાત્રિ દરમિયાન નકારાત્મક શક્તિના પર્યાયરૂપ શુંભ-નિશુંભ, મહિષાસુર, રક્તબીજ, મધુ, કૈટભ જેવા અનેક અસુરોને માર્યા અને સૃષ્ટિમાં શાંતિ સ્થાપી હતી, પરંતુ સવાલ એ થાય કે આ અસુરો કોણ હતા? તેઓ ક્યાં રહે છે? શાસ્ત્રો કહે છે કે આ અસુરો આપણાં જ તન અને મન પર કબજો જમાવીને બેઠેલા છે. જેમાં મધુ અસુર એ રાગ છે અને કૈટભ અસુર એ દ્વેષનું પ્રતીક છે. રક્તબીજ અસુર એ નકારાત્મકતા અને વાસનાનું પ્રતીક છે. શુભ એ સ્વયં પર સંશયનું પ્રતીક છે. નિશુંભ એ આસપાસ રહેલી સૃષ્ટિ પરના સંશયનું પ્રતીક છે. જ્યારે આવે છે ત્યારે તે આપણામાં રહેલ મહિષાસુરને મારી આપણામાં રહેલી તમામ જડતાને ઉખાડીને ફેંકી દે છે અને આપણા મસ્તકમાંથી રક્તબીજરૂપી નકારાત્મક વિચારોને દૂર કરે છે. આ નકારાત્મક વિચારો દૂર થતાં જ મન અને હૃદયમાં રહેલ મધુ અને કૈટભ અસુરોરૂપી દ્વેષ, રાગ, ઈર્ષા વગેરે પણ નષ્ટ થઈ જાય છે. રાગ અને દ્વેષ દૂર થતાં જ શુંભરૂપી અસુર દૂર થઈ જાય છે, જેને કારણે આપણો સંશય દૂર થઈ જવાથી સ્વયં પરનો આત્મવિશ્વાસ પાછો આવે છે, સ્વયં પર આત્મવિશ્વાસ આવતાં નિશુંભ અસુરનો પણ નાશ થાય છે, જેને કારણે આપણે પ્રસન્ન રહીએ છીએ. એ પ્રસન્નતા આસપાસના વાતાવરણને પણ સંશયમુક્ત બનાવે છે. નવરાત્રિ પ્રાણ અને આત્માને સ્વચ્છ તથા તંદુરસ્ત રાખવાનો ઉત્સવ છે, જે આપણાં તન-મનમાં છુપાયેલા અસુરોનો નાશ કરે છે. અસુરોની બીજી વ્યાખ્યા એ પણ કરી શકાય કે જે લોકોના, સમાજના વિચારો નકારાત્મક અને ભોગવાદી છે, જે પ્રભુની પરમ શક્તિમાં વિશ્વાસ ધરાવતો નથી, જે માત્ર વિવિધ પ્રકારના ભોગો ભોગવવામાં આનંદ માણે છે, જે પોતે તો જીવે છે, પરંતુ બીજાને શાંતિથી જીવવા દેતો નથી તે અસુર છે. આ રીતે જોતાં એમ પણ કહી શકાય કે આપણા વિચારો જ આપણને સુર કે અસુર બનાવે છે.

દેવી ઉપનિષદમાં વર્ણન છે કે નવરાત્રિના નવ દિવસમાંથી પ્રથમ ત્રણ દિવસ માતા દુર્ગાની આરાધના થાય છે, જે આત્મવિશ્વાસ અને અભયનાં પ્રતીક છે. ત્યાર પછીના ત્રણ દિવસ માતા લક્ષ્મીની આરાધના કરવાના દિવસો છે, જે ધન-ધાન્યનાં પ્રતીક છે અને નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ માતા સરસ્વતીની આરાધના કરવાના દિવસો છે જે જ્ઞાનનાં પ્રતીક રૂપ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, શક્તિનાં આ ત્રણ-ત્રણ દિવસ એ તામસી, રાજસી અને સાત્ત્વિક એમ ત્રણ ગુણોને અનુરૂપ છે. આપણું જીવન પણ આ જ ત્રણ ગુણો પર ચાલે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન આપણી ચેતના તામસી ગુણ અને રાજસી ગુણની વચ્ચે વહેતી વહેતી નવરાત્રિના અંતમાં સાત્ત્વિક ગુણમાં ફેરવાઈ જાય છે. સંતો કહે છે કે સામાન્ય મનુષ્યોની દૃષ્ટિએ જે તામસી, રાજસી અને સાત્ત્વિક છે, તે ત્રણે ગુણોને બ્રહ્માંડની દેદીપ્યમાન નારી શક્તિના રૂપમાં માનવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન માતૃરૂપી દિવ્યતાની આરાધના અને ઉપાસનાથી આપણે ત્રણે ગુણોને આપણા જીવનમાં સંતુલિત કરીએ છીએ, જેના કારણે આપણા સત્ત્વમાં વૃદ્ધિ થાય છે.

નવરાત્રિના નવ દિવસ શક્તિ પ્રત્યેની કૃતજ્ઞતાને યાદ કરીને ઘણા હોમ-હવન અને યજ્ઞ કરવામાં આવે છે. આ પાવન હોમ-પવન, યજ્ઞની આહુતિ અને મોટા સ્વરે ઉચ્ચારતા સંસ્કૃતના મંત્રો અને શ્લોકોથી વાતાવરણ પવિત્રતાથી ભરાઈ જાય છે, જેને કારણે આપણી આસપાસની સૃષ્ટિ સજીવ થઈ જાય છે અને તે સૃષ્ટિમાં નવી ચેતના તથા નવા ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે. શાસ્ત્રો કહે છે કે માતૃરૂપી દિવ્યતા નારીના પ્રત્યેક રૂપ-સ્વરૂપમાં સમાયેલી હોય છે, પરંતુ આ બધાં જ રૂપો અને સ્વરૂપોને એકસાથે ઓળખવાનો તહેવાર તે નવરાત્રિનો ઉત્સવ છે. નવરાત્રિના નવ દિવસ પછી આપણે દસમા દિવસે વિજયાદશમી કે દશેરાનો ઉત્સવ ઊજવીએ છીએ. સંતો કહે છે કે નવરાત્રિના નવ દિવસ આનંદ ઉમંગે ખેલ્યા બાદ દશેરાના દિવસે આપણી તમામ ચેતનાઓ જાગૃત થઈ જાય છે. જે શક્તિને કારણે આપણે જાગૃત થઈએ છીએ તે સૃષ્ટિશક્તિ, નારીશક્તિ અને માતૃશક્તિ પાસેથી આપણને જે કંઈ મળે છે તે આશીર્વાદરૂપે સ્વીકારી તેમના પ્રત્યે કૃતજ્ઞ થઈએ.

નવરાત્રિમાં કરો કુમારિકા પૂજન

કુમારિકા પૂજન માટે વિવિધ પ્રકારનાં ફળ, નાળિયેર, કેળાં, દાડમ, નારંગી વગેરે ફળ સાથે ભક્તિભાવપૂર્વક અન્નદાન કરો. દરરોજ જમીન પર શયન કરો. ત્યારબાદ કુમારી કન્યાઓનું પૂજન કરો. તેમને વસ્ત્ર, શણગારની વસ્તુઓ વગેરે ભેટ આપો અને પ્રેમથી ભોજન કરાવો. દરરોજ એક કન્યાનુ પૂજન કરો અને દરરોજ એક-એક કન્યાને વધારતા જાઓ અથવા દરરોજ નવ કન્યાઓનું પૂજન કરો. દસ વર્ષથી મોટી કન્યાઓનું પૂજન વર્જિત માનવામાં આવે છે. યથાશક્તિ માતા ભગવતીની આરાધના પણ કરો.

નવ કન્યાનું સ્વરૂપ અને પૂજનથી થતા લાભ

બે વર્ષની કન્યાને કુમારી કહેવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી દુ:ખ તથા દરિદ્રતા દૂર થાય છે. શત્રુનો નાશ થાય છે. ધન, આયુષ્ય તથા બળમાં વૃદ્ધિ થાય છે.

ત્રણ વર્ષની કન્યાઓને `ત્રિમૂર્તિ કુમારી’ કહેવામાં 

આવે છે.

તેમના પૂજનથી ધન, ધાન્ય, પુત્ર, પૌત્ર, વિદ્યા, બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ચાર વર્ષની કન્યાઓને `કલ્યાણ કુમારી’ કહેવામાં આવે છે. તેમના પૂજનથી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે. વિદ્યા, વિજય, સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

પાંચ વર્ષની કન્યાઓને `રોહિણી કુમારી’ કહે છે. તેમના પૂજનથી રોગોનો નાશ થાય છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

છ વર્ષની કન્યાઓને `માતા કાલિકા’નું રૂપ માનવામાં આવે છે. તેમના પૂજન-આરાધનાથી શત્રુઓનો નાશ થાય છે.

સાત વર્ષની કન્યાને `માતા ચંડિકા’નું રૂપ માનીને પૂજાવામાં આવે છે. તેનાથી સાધકને ધન-ધાન્ય, સુખ-શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

આઠ વર્ષની કન્યાને `શાંભવી કુમારી’ના રૂપમાં પૂજવામાં આવે છે. તેમના પૂજનથી આર્થિક સંકટ ટળે છે, વાદવિવાદમાં વિજય મળે છે. તેમનું પૂજન સમસ્ત સિદ્ધિઓ આપનારું હોય છે.

નવ વર્ષની કન્યાને `દુર્ગામાતા’નું રૂપ માનવાં આવે છે. તેમના પૂજનથી કઠોરમાં કઠોર કાર્ય સિદ્ધ થાય છે, શત્રુઓનો નાશ થાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.

દસ વર્ષની કન્યાને `સુભદ્રા’ના નામથી ઓળખવામાં આવે છે. તેમના પૂજનથી મનોકામનાઓ પૂરી થાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. અશુભતા દૂર થઈને કલ્યાણ થાય છે.

નવરાત્રિના નવ દિવસ દરમિયાન કુમારિકા પૂજનથી દુ:ખ, દરિદ્રતા અને શત્રુઓનો નાશ થાય છે. ધન, આયુષ્ય અને બળમાં વૃદ્ધિ થાય છે. નવરાત્રિમાં આઠમ અને નોમનો દિવસ કુમારિકા પૂજન માટે શ્રેષ્ઠ હોય છે, પણ નવરાત્રિના નવ દિવસ સુધી કન્યાપૂજન કરવાથી માતા દુર્ગાની વિશેષ કૃપા થાય છે.

કેવી રીતે કરશો પૂજન?

કન્યાઓ ઘરમાં પ્રવેશે કે તરત જ તેમના પગ દૂધ-પાણીથી ધોવા. તેમના પગમાં અક્ષત, કંકુ તથા પુષ્પ અર્પણ કરવાં. 

કન્યાઓને બેસવા માટે આસન આપવું અને ભોજનની થાળી પીરસો. તેમાં હલવો, પૂરી, ખીર, ચણા વગેરે પીરસો.

હવે પોતાની પૂજાની થાળીમાં થોડી વાનગીઓ મૂકો અને વચ્ચોવચ લોટમાંથી બનાવેલો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. કન્યાઓની વારાફરથી આરતી ઉતારો. આરતી ઉતારી લીધા બાદ બધી જ કન્યાને આરતીની થાળીમાં પીરસેલો પ્રસાદ ખવડાવો અને ભોજન કરાવો.

ભોજન કરી લીધા પછી કન્યાઓને યોગ્ય ભેટ આપો. માતાજીની જય બોલાવીને બધી જ કન્યાઓના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લો.

દુર્ગાપૂજા

બંગાળમાં શક્તિપૂજાનું પ્રચલન આદિકાળથી ચાલતું આવે છે. શક્તિપૂજાનાં પ્રતીક દેવી પોતાના ખડગશસ્ત્રથી મહિષાસુરનો સંહાર કરીને મહિષાસુરમર્દિની કહેવાઈ. ત્રિમંગ દેવી દુર્ગાશક્તિની અધિષ્ઠાત્રી છે. તેમની સાથે પદ્મહસ્તા લક્ષ્મી, દેવી સરસ્વતી, ગણેશ અને કાર્તિકેય બિરાજમાન હોય છે. દુર્ગાના સાંનિધ્યમાં આસન ગ્રહણ કરતી દેવી લક્ષ્મી ધન અને સરસ્વતી વિદ્યાની પ્રતીક છે. ગણેશજી હંમેશાં વિઘ્નનો વિનાશ કરનારા શુભ દેવતા છે, જ્યારે કાર્તિકેય જીવનમાં વિનયના પ્રતીક છે. આ જેટલી પણ મૂર્તિઓ છે તે આપણા જ્ઞાનની પ્રતીક છે. જો મહિષાસુર અન્યાય, અત્યાચાર અને અધર્મનો પ્રતીક છે તો દુર્ગાશક્તિ ન્યાય અને અધર્મનો પ્રતિકાર કરે છે. દુર્ગાપૂજાના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળે છે કે બંગાળમાં દુર્ગાપૂજા ક્યારથી શરૂ થઈ. જોકે, આ અંગે વિદ્વાનોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત મુજબ 1790ની સાલમાં પહેલીવાર કલકત્તાની પાસે હુગલીના બાર બ્રાહ્મણોએ દુર્ગાપૂજાના સામૂહિક અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. ઈતિહાસકારોનું માનવું છે કે બંગાળમાં દુર્ગોત્સવ માટે મૂર્તિનિર્માણની પરંપરાની શરૂઆત અગિયારમી શતાબ્દીમાં થઈ હતી. આજે બંગાળ સહિત સમગ્ર દેશમાં સાંસ્કૃતિક વૈભવના આ પર્વને જનજીવનમાં વ્યાપ્ત કરવાનું શ્રેય 1583ની સાલમાં તાહિરપુરના મહારાજા કંસનારાયણને આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તે દુર્ગાપૂજાના ઈતિહાસની પ્રથમ વિશાળ પૂજા હતી.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

Editor By Editor 5 days ago
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?