મીઠું ફક્ત ભોજનનો સ્વાદ વધારે છે. ભોજનમાં મીઠું ના હોય તો ખોરાક સાવ ફીક્કો લાગે છે. મીઠું ફક્ત સ્વાદ વધારતું નથી પરંતુ શરીરમાં સોડિયમની ઉણપને દૂર કરે છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા આપણે પૌષ્ટીક આહાર લઈએ છે. અને પૌષ્ટીક આહારના ચક્કરમાં કયારેક લોકો વધુ પડતા હેલ્ધી ફૂડ ખાય છે. શરીર સ્વસ્થ રાખવા સંતુલિત આહાર ખાવાની ડોક્ટર સલાહ આપતા હોય છે. ફક્ત પ્રોટીન, કે ફક્ત જયુસ નહીં પરંતુ ડેઇલી ડાયટમાં શરીર માટે જરૂરી તમામ પોષકતત્વો હોય તેવા ખોરાક ખાવા જોઈએ.
શરીર માટે જરૂરી છે મીઠું
રોજિંદા ખોરાકમાં કોઈ એક વસ્તુને પણ દૂર કરો તો સમસ્યા થાય છે. સામાન્ય લાગતું મીઠું જો તમે 1 મહિનો ખાવાનું બંધ કરી દો તો અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઉદભવે છે. મીઠું કે જેને સોડિયમ ક્લોરાઇડ કહે છે તે શરીરને ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં મદદ કરે છે. ડોક્ટર કહે છે દરેક વ્યક્તિએ ચોક્કસ માત્રામાં મીઠું ખાવું જોઈએ. ભોજનમાં ઉપર મીઠું લેવાની આદત આરોગ્ય માટે નુકસાન કારક છે. અને ઓછું મીઠું ખાવાથી પણ લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા થાય છે. કયારેક હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા લોકો ડરના માર્યા મીઠાનું સેવન ઓછું કરવા લાગે છે. પરંતુ આમ, કરવું તેમના આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે ડોક્ટરના સૂચન મુજબ હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ મીઠાનું સેવન કરવું.
મીઠાનું સેવન ટાળવું સ્વાસ્થ્ય માટે હાનિકારક
મીઠામાં રહેલું સોડિયમ શરીર માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સમાંનું એક છે. મીઠું ન ખાવાથી શરીરના પાણીનું સંતુલન ખલેલ પહોંચી શકે છે, જેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. તે પાણીના સ્તરને સંતુલિત કરે છે અને સ્નાયુઓના કાર્યમાં મદદ કરે છે. મીઠું બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. એક મહિના સુધી મીઠાનું સેવન ટાળવાથી સોડિયમની ઉણપ થઈ શકે છે. શરીરમાં મીઠું ઓછું જવાના કારણે માથાનો દુખાવો, નબળાઈ, થાક, સ્નાયુઓમાં ખેંચાણ અને ચક્કર જેવી સમસ્યાના શિકાર થઈ શકાય છે. તો કેટલાક ગંભીર કિસ્સાઓમાં તે હાયપોનેટ્રેમિયા નામની સ્થિતિનું પણ કારણ બની શકે છે, જ્યાં લોહીમાં સોડિયમનું સ્તર ખતરનાક રીતે નીચે આવી જાય છે. ગંભીર કિસ્સાઓમાં, આ મૃત્યુ તરફ દોરી પણ શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


