લોકોની જીવનશૈલી આજે બદલાઈ ગઈ છે. પહેલા જ્યાં શારીરિક શ્રમ મહત્વનો હતો. તેના સ્થાને સ્માર્ટ વર્કના ચક્કરમાં લોકો એક જ સ્થાન પર બેસી કાર્ય કરે છે. લાંબ સમય સુધી એક જ જગ્યા પર બેસવાની શરીરમાં માટે નુકસાનકારક છે. ઓફિસમાં કલાકો સુધી ખુરશીઓમાં બેસીને કામ કરવાનું શરીર માટે હાનિકારક છે. ઘરે મોબાઈલ ફોન કે લેપટોપનો ઉપયોગ કરતા હોવ તો અવશ્ય આ તમારા માટે છે. કારણ કે સતત બેસી રહેવાથી ફક્ત શરીરમાં જકડાઈ જતું નથી પરંતુ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે. સતત બેસી રહેવાની આદત દુર્લભ રોગોનું કારણ બની શકે છે.
સતત બેસવાની આદત, ગંભીર રોગોનું જોખમ
હેલ્થ એક્સપર્ટે લોકોની સતત બેસવાની આદતને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે સતત બેસવું એ ધૂમ્રપાન જેવું વ્યસન કહી શકાય. કારણ કે સતત બેસી રહેવાની આદત આપણા શરીર માટે ધૂમ્રપાન જેટલા જ હાનિકારક પરિણામો લાવે છે. આજકાલ, મોટાભાગનો લોકો પોતાના વ્યક્તિગત અને કંપનીના કામ માટે કમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઇલનો ઉપયોગ કરે છે. સતત સ્ક્રીન સામે બેસવાથી આંખોને નુકસાન થાય છે. આ આદત ફક્ત સ્થૂળતા જ નહીં, પણ હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ વધારે છે.
અભ્યાસમાં થયો ખુલાસો
આ બાબતે એક સંશોધન કરાયું હતું. જેમાં 7,000 થી વધુ લોકો પર આ બાબતે અભ્યાસ કરાયો હતો. જેમાં સામે આવ્યું કે શારીરિક પ્રવૃત્તિના અભાવે છેલ્લા કેટલાક સમયમાં નાની વયે અવસાન થવાના કિસ્સા વધ્યા છે. આ સામાન્ય દેખાતી આદથી હૃદય રોગનું જોખમ, સતત બેસી રહેવાથી કે સૂવાથી હૃદય પર વધારાનું દબાણ પડે છે. ડાયાબિટીસમાં દર્દીને આ આદત ખાંડને નિયંત્રિત કરવાની ક્ષમતાને પણ નષ્ટ કરે છે.સતત બેઠા રહેવાથી શરીરમાં કેલેરી વધતા પ્રતિદિન સ્થળૂતાની સમસ્યા વધશે. લાંબા સમય સુધી બેસી રહેવાથી ગરદન અને પીઠના દુખાવાનું જોખમ વધી શકે છે. કેટલાક કિસ્સામાં હાડકાંને નબળા બનવાની સ્થિતિ ઉત્પનન્ન થાય છે. જો તમે ફક્ત સૂઈ જાઓ અને તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરો, તો તે માનસિક બીમારી તરફ દોરી શકે છે. આ જીવનશૈલી મગજની પ્રવૃત્તિ ઘટાડે છે, જે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.


