શિયાળામાં ઠંડી વધતા શરદી, ઉધરસ સાંધા અને કમરનો દુખાવાની સમસ્યા વધે છે. ઠંડીના દિવસોમાં તજ શ્રેષ્ઠ ઉપચાર છે. તજનું પાણી અનેક સ્વાસ્થ્ય સમસ્યાની ઔષધિ છે. તજનું પાણી શરીર માટે ગુણકારી છે. અનેક સ્વાસ્થ્ય લાભો પૂરા પાડવામાં આ ડ્રિંકસ અસરકારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે તજનું પાણી પીવાનું શરૂ કરશો તમારા આંતરડાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. પેટની સમસ્યાઓથી છુટકારો મળશે. માટે તમે આ પીણાને તમારા દૈનિક આહાર યોજનાનો ભાગ બનાવી શકો છો.
પોષકતત્વોથી ભરપુર તજનું પાણી
તજમાં એમિનો એસિડ, એન્ટીઓક્સિડેન્ટ, ફાઇબર, આર્યન, કેલ્શિયમ, વિટામિન કે, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયલ, ફોસ્ફોરસ અને વિટામિન બી6 જેવા પોષકતત્વો રહેલા છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તજનું પાણી આ રીતે બનાવો. આ માટે સૌપ્રથમ એક ગ્લાસમાં હુંફાળું પાણી લો પછી પાણીમાં એક ચપટી પોષક તત્વોથી ભરપૂર તજ પાવડર મિક્સ કરો. રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ડ્રિંકસ જરૂર ટ્રાય કરો. શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે તમે સવારે ખાલી પેટ તજનું પાણી પી શકો છો. તજના પાણીમાં જોવા મળતા વિવિધ પોષક તત્વો આ અનેક સમસ્યામાં અસરકારક સાબિત થઈ શકે છે.
તજનું પાણી પીવાના ફાયદા
તજના પાણીમાં ઔષધીય ગુણધર્મો છે, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે પણ પી શકાય છે. તેમજ વજન ઘટાડવાના સંઘર્ષમાં તજનું પાણી તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. તજમાં તમે કાળા મરીનો પાઉડર અને મધ ભેળવી સેવન કરો. આ મિશ્રણનું ભોજન લીધા બાદ સેવન કરવાથી પેટમાં ગેસ અને અપચાની તકલીફ થતી નથી. તેમજ ઊલટી જેવું થવું, ગભરામણ થવી, ઊલ્ટી તેમજ દસ્ત રોકવા માટે પણ તજનું પાણી બેસ્ટ ડ્રિંકસ છે. વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવે છે આ પીણું.


