આજકાલ કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેની સાથે ભારેપણું, ગેસ અને પેટમાં ઝીણો દુખાવો રહે છે. કબજિયાતથી પીડાતા લોકો જ જાણે છે કે તેમને જમતા પહેલા કેટલું વિચારવું પડે છે. કેટલાક લોકોમાં કબજિયાત એટલી તીવ્ર હોય છે કે દવાઓ લીધા પછી અને ઘરેલું ઉપચાર અજમાવ્યા પછી પણ તેમને રાહત મળતી નથી. આવી સ્થિતિમાં, તમારા આહારમાં સુધારો કરવો જરૂરી છે. દરરોજના આહારમાં જો આ ખોરાક સામેલ કરશો તો કબજિયાતથી તાત્કાલિક રાહત મળશે.
કબજીયાતની સમસ્યામાં આ 3 ફળ શ્રેષ્ઠ
પેટ સંબંધિત સમસ્યામાં પપૈયું રામબાણ ઔષધિ છે. તેમાં રહેલા ઉત્સેચકો પાચનતંત્રને સક્રિય રાખવામાં મદદ કરે છે. તે પેટમાંથી સંચિત કચરો દૂર કરવામાં પણ મદદ કરે છે. દરરોજ એક વાટકી પપૈયું ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. કીવી ફળ કદમાં નાનું છે પરંતુ સ્વાસ્થ્ય માટે મોટું ગુણકારી છે. ખાટા અને મીઠા કીવીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે મળને નરમ બનાવે છે અને સવારે મળ કાઢવાનું સરળ બનાવે છે. તેમાં એક એન્ઝાઇમ પણ હોય છે જે પ્રોટીનને તોડવામાં અને પચાવવામાં મદદ કરે છે. નાશપતીમાં ભરપૂર માત્રામાં પાણી અને ફાઇબર હોય છે, જે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવાથી, તે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો આપે છે.
કબજીયાતની સમસ્યામાં નિષ્ણાતનો અભિપ્રાય
કબજીયાતની સમસ્યા દૂર કરવા ફકત ફાકી-ચૂર્ણ કે ટીકડી પર આધાર રાખવાના બદલે યોગ્ય ખોરાક અને પીણાંનો આહારમાં ઉપયોગ કરો. દૈનિક આહારમાં આ ફળો ઉપરાંત ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. નિયમિત પણે દરરોજ 2 કપ ફળો અને લીલા શાકભાજી ખાવાનું લક્ષ્ય રાખો. કબજિયાતની સમસ્યા ફકત વૃદ્ધોને નહી પરંતુ તમામ ઉંમરના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કબજીયાતની સમસ્યાને અવગણવામાં આવે તો આગળ જતાં લીવર પર અસર કરી શકે છે અને આર્થરાઈટીસની બીમારીનું જોખમ રહે છે. કબજીયાતના કારણે 90 ટકા લોકોને સાંધાનો દુખાવો, પેટમાં દુખાવાની સમસ્યાથી પીડાય છે. નિષ્ણાતોનું માનવું છે આહાર આહાર અને જીવનશૈલીમાં સરળ ફેરફારો કરી તમે કબજીયાતની સમસ્યા દૂર કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


