આજે બાળકો હોય કે વયસ્કો લોકો બૌદ્ધિક કાર્ય વધુ કરે છે. યુવાનો સ્પાર્ધમ્ક પરીક્ષા આપે છે જેમાં મગજની કાર્યશક્તિ વધુ અસર કરે છે. આજનો જમાનો AIનો છે. ટેકનોલોજીના યુગમાં મગજની કાર્યશક્તિ વધી છે. કયારેક લોકોને આપણે મોટી-મોટી વાતો ભૂલતા જોઈએ છીએ. ભૂલવાની આદતના કારણે કયારેક તેઓ મોટી મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. માટે આ આદતમાંથી છુટકારો મેળવવા મગજ તેજ હોવું જરૂરી છે. મગજને સક્રિય રાખવાની કેટલીક બેસ્ટ તકનીક જરૂર અપનાવી જોઈએ. આ ઉપરાંત એવા કેટલાક સુપર ફૂડ છે જેને આહારમાં સામેલ કરવાથી મગજની શક્તિ વધશે.
મગજ તેજ બનાવવા આહારમાં સામેલ કરો સુપરફૂડ
દૈનિક આહારમાં જો તમે આ ખોરાકને સામેલ કરશો તો મગજ તેજ બનશે. મગજ સમગ્ર શરીરને નિયંત્રિત કરે છે. ઓમેગા ફેટી એસિડ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મગજને શક્તિ પૂરી પાડે છે. આપણે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાંથી આ તમામ પોષકતત્વો મળી રહે. બ્લુ બેરી, કેળું, અખરોટ, લીલા પાંદડવાળા શાકભાજી, એવાકાડો,બદામ અને બ્રોકલી એ મગજની શક્તિ વધારનારા સુપર ફૂડ છે. દૈનિક આહારમાં તમે આ સુપરફૂડને ખોરાકમાં વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. આ સૂપરફૂડનું નિયમિત સેવન કરવાથી મગજની શક્તિ વધશે અને શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
સુપરફૂડનો આ રીતે કરો સેવન વધશે મગજની શક્તિ
એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ છે. તમે આ ફ્રૂટનો જયુસ બનાવી શકો છો. બ્લૂબેરીમાં ફ્લેવેનોલ હોય છે જે મગજને એક્ટિવ રાખે છે. આ ફ્રૂટ બાળકોને બહુ પસંદ આવશે. બ્રોકલી ફ્રી રેડિકલના નુકસાનને રોકે છે તમે તેનો સૂપ અથવા શાકભાજીમાં ઉપયોગ કરી શકો છો. નારંગી વિટામિન સી ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન વધારે છે. આ ફળની તાજી પેશી ખાઈ અથવા તેનો તાજો જયુસ વધુ સ્વાદિષ્ટ બનશે.લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, વિટામિન K અને આયર્ન છે. અખરોટને પાણીમાં પલાળી ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો થશે. તમે કેળાનું સેવન કોઈપણ સમયે કરી શકો છો તેમાં પોટેશિયમ અને વિટામિન સી છે જે હેપ્પી હોમોર્ન્સ વધારે છે અને મગજ સારી રીતે કાર્ય કરે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)


