ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ અને સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષા કુસ્તી (ભાઈઓ) સ્પર્ધાનું આયોજન કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ઇન્ડોર હોલ ખાતે કરવામાં આવ્યુ હતું. અને સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાકક્ષા માનસિક ક્ષતિગ્રસ્ત (MR) તમામ રમત સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ ખાતે કરવામાં આવ્યુ હતું.
ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
જિલ્લાકક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે ડો.મનીષકુમાર જીલડીયા દ્વારા ખેલાડીઓને રમતગમત પ્રત્યે જાગૃત કર્યા હતા. તેમજ ભૂષણ કુમાર યાદવ દ્વારા વધુને વધુ ખેલાડીઓ વિજેતા થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
૨૧૫ થી વધુ ખેલાડી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો
કુસ્તી ગ્રામ્ય, શહેરકક્ષા રમત સ્પર્ધામાં આશરે ૨૧૫ થી વધુ ખેલાડી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને સ્પે. ખેલ મહાકુંભની માનસિક ક્ષતિગ્રસ્ત (MR) તમામ રમત સ્પર્ધામાં આશરે ૩૫૦ થી વધુ ખેલાડીઓ ભાઈઓ,બહેનોએ ભાગ લીધો હતો. જેમાં દોડ, સાયકલીંગ, ટેબલ ટેનીસ સહિતની રમતો રમવામાં આવી હતી.
આ પણ વાંચો— Gandhinagar : પોલીસનું માન ન જાળવે અથવા બંધારણનો ભંગ કરે તો તેમની સામે પગલા ભરો.. DYCMની પોલીસને સૂચના


