જૂનાગઢની જાવિયા સ્કૂલની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોરણ-1માં અભ્યાસ કરતો એક નાનો વિદ્યાર્થી શાળામાંથી કોઈની જાણ બહાર નીકળી ગયો હતો. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને એક્સ્ટ્રા ક્લાસના બહાના હેઠળ રોકી રાખવામાં આવ્યો હતો અને તેના માતા-પિતાને જાણ પણ કરી હતી. જોકે, બે કલાક બાદ જ્યારે વિદ્યાર્થીના પિતા તેને લેવા સ્કૂલે પહોંચ્યા ત્યારે બાળક ગેરહાજર મળ્યો.
એકસ્ટ્રા ક્લાસ હોવાથી બાળકને રોકી રખાયો હતો
આ જાણીને વાલી ચિંતિત થઈ ગયા હતા. સદનસીબે વિદ્યાર્થી શાળાથી લગભગ એક કિલોમીટર દૂર ચોબારી ફાટક પાસેથી પસાર થતા તેના પરિવારના સભ્યોને મળી આવ્યો હતો. બાળક હેમખેમ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. સ્કૂલની આ ગંભીર બેદરકારી અંગે વાલીઓએ સમાજ કલ્યાણ અને બાળ વિકાસ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે. જેથી સ્કૂલ સામે કડક કાર્યવાહી થઈ શકે.


