ડભોઇ તાલુકાના ખેતરોમાં હાલમાં ડાંગર (ખરીફ પાક) તૈયાર થઈ ચૂક્યો છે. યાંત્રિક પરિવર્તન ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ અને શ્રમજીવી પરિવારો માટે રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો કરી રહ્યું છે.
1 કલાકમાં ત્રણ દિવસનું કામ ખેતીની કામગીરીમાં હવે મજૂરોને બદલે આધુનિક કોમ્બાઈન હાર્વેસ્ટર મશીનરીનો ઉપયોગ વધી ગયો છે. આ મશીનોની કાર્યક્ષમતા એટલી ઝડપી છે કે, જે કામ અગાઉ પરંપરાગત રીતે મજૂરો દ્વારા કરાતું હતું. અને જેને પૂરૂં થવામાં ત્રણ દિવસ લાગતા હતા. તે જ કામ મશીન દ્વારા માત્ર એક કલાકમાં પૂર્ણ કરી દે છે.ખેડૂતો ઉત્પાદનની ઝડપ અને ખર્ચમાં થતા ઘટાડાને કારણે આ મશીનરીનો ઉપયોગ વધુ પસંદ કરાય છે. પરંતુ તેની સીધી અને નકારાત્મક અસર ગ્રામ્ય અર્થતંત્ર પર પડી રહી છે. વર્ષો પહેલાં, ડાંગર કાઢવાની પ્રક્રિયા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનો મુખ્ય સ્ત્રોત હતી. અગાઉ, દરેક ગામના સ્થાનિક મજૂરો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર બેકાર બન્યાં છે.


