બોડેલીના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી હર હર સ્વદેશીના સંકલ્પને મજબૂત કરવાનો હેતુથી સહકારીતા ક્ષેત્રના ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકીય સામાજિક અને સરકારી ક્ષેત્રના રાજકીય, સામાજિક, અને સહકારી ક્ષેત્રના અગ્રણી હાજર રહ્યા હતા.
બોડેલી APMC ખાતે સહકારીતા સેલના નિર્દેશ અનુસાર ભારત સંકલ્પ અભિયાન થકી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વાદેશીના નૂતન વર્ષમાં સાકાર કરવા કાર્યક્રમ યોજાયો હતો. આત્મનિર્ભર ભારત અભિયાન સહકારથી સમૃદ્ધિ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને મજબૂત કરવા ઉપશિત સૌ લોકોએ સંકલ્પ લીધો હતો. સ્વદેશી વસ્તુ ખરીદવા અને દેશની પોતાની શક્તિ, સાધનો અને સંશોધનો પર વિશ્વાસ રાખી વિકાસના નવા શિખરો સર કરવા પોત્સાહિત કરાયા હતા.સ્થાનિક કારીગરો, ઉદ્યોગકારો અને ખેડૂતોને મજબૂત કરવા સંકલ્પ લીધા હતા. છોટાઉદેપુર સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા, બરોડા ડેરીના વા.ચેરમેન જી બી સોલંકી, સંખેડાના MLA અભેસિંહ તડવી, છોટાઉદેપુરના MLA રાજુભાઈ રાઠવા, બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ વાલજી બારીયા સહીતના જિલ્લાના અગ્રણીઓ, ડિરેક્ટર, તેમજ મંડળીના પ્રમુખ હાજર રહ્યાં હતા.


