દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિનિયર બેટ્સમેન કેએલ રાહુલે કેપ્ટનશીપ સંભાળી છે.ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝ રમી હતી. ત્યારથી ટીમ ઈન્ડિયામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે તેમની પસંદગી કરવામાં આવી નથી.આમાં શુભમન ગિલ,શ્રેયસ ઐયર,અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
શુભમન ગિલ ઘાયલ
નિયમિત કેપ્ટન શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.તે ગરદનની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેને પહેલી ટેસ્ટ મેચમાં ગરદનમાં ખેંચાણ થયું હતું અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ગરદનની સમસ્યાને કારણે તે બીજી ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો.ગિલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કેપ્ટનશીપ સંભાળી હતી અને હવે તે સીરિઝમાંથી બહાર છે.
શ્રેયસ ઐયરનું સ્થાન તિલક વર્માએ લીધું
શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝમાં ઉપ-કેપ્ટન હતો. તે હાલમાં પણ ઘાયલ છે અને આ કારણોસર,દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે તેની પસંદગી કરવામાં આવી નથી.આ વખતે,તેમના સ્થાને મધ્યમ ક્રમના બેટ્સમેન તિલક વર્માની પસંદગી કરવામાં આવી છે.તિલક તાજેતરમાં દક્ષિણ આફ્રિકા A સામેની ODI સીરિઝમાં ભાગ લીધો હતો અને છેલ્લા કેટલાક સમયથી ટીમ માટે સારો દેખાવ કરી રહ્યો છે.


