ભાવનગર શહેરમાં સગીરાને સોશિયલ મીડિયા મારફતે ફસાવી લાંબા સમય સુધી શારીરિક શોષણ કરવાના ગંભીર કેસમાં પોલીસે વિધર્મી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અતીક પરમારની સગીરાની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે.
સગીરાની ઓળખ સોશ્યલ મીડિયા પર અતીક સાથે થઈ હતી
પોલીસ મુજબ, સગીરાની ઓળખ સોશ્યલ મીડિયા પર અતીક સાથે થઈ હતી. સતત સંપર્ક બાદ આરોપીએ સગીરાની સાથે પ્રેમસંબંધનો વિશ્વાસ ઉભો કર્યો અને તેમની સાથેની તસવીરો પાડીને તેને ભાવનાત્મક રીતે કંટ્રોલ કરવાનું શરૂ કર્યું.
ફોટાનો દુરુપયોગ કરીને તેને બ્લેકમેલ કરતો
તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ સગીરાના ખાનગી ફોટા પાડ્યા હતા અને તેનો દુરુપયોગ કરીને તેને બ્લેકમેલ કરતો હતો. આ ધમકી અને દબાણના આધારે છેલ્લા પાંચ વર્ષ સુધી શારીરિક શોષણ ચાલતું રહ્યું હોવાનું સગીરાએ પોલીસને જણાવ્યું. અતિકના ત્રાસથી સગીરા બોર્ડની પરીક્ષા પણ આપી શકી ન હતી અને તેને ભાવનગર છોડી અન્ય શહેરમાં જવુ પડ્યું હતું. જો કે અન્ય શહેરમાં પણ પહોંચી જઇવે અતિકે તેની પર ત્રાસ વરતાવ્યો હતો આથી કંટાળી જઇને 2024માં સગીરાએ દવાઓવી ટીકડીઓ પણ ગટગટાવી હતી. અંતે તેણે 181 હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો
અતીક પરમાર વારંવાર સગીરાના ઘરે પહોંચતો હતો અને તેને માનસિક ત્રાસ આપતો
પોલીસે જણાવ્યું કે અતીક પરમાર વારંવાર સગીરાના ઘરે પહોંચતો હતો અને તેને માનસિક ત્રાસ આપતો હતો. સતત ધમકીઓથી પરેશાન થઈ અંતે સગીરાએ પરિવારની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે.


