અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિવાદના સકંજામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સ્કૂલના પ્લૉટને પરત લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે AMC દ્વારા સ્કૂલને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં, સ્કૂલ સંચાલકોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા નહોતા.
સ્કૂલ તંત્રની બેદરકારી
આ મામલે AMCએ 21 તારીખની અંતિમ ડેડ લાઇન આપી હતી, જે પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં સ્કૂલ દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ કે ખુલાસો આપવામાં આવ્યો નથી. પરિણામે, AMCએ હવે કડક વલણ અપનાવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્લૉટ પરત લેવાની અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવાની તૈયારી કરી છે.


