ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલ ગોતમ થ્રેસરની સામેના એક ઘર પાસેથી મોંઘી બુલેટ મોટરસાયકલની ચોરીનો બનાવ બન્યો છે. આ ચોરીના બનાવથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે મોડી રાત્રે બે શખ્સો એક બાઇક પર આ સ્થળે આવે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે.
ગાંધીનગરની શાંતિમાં ભંગ
તમને જણાવી દઈએ કે, બંને શખ્સો બુલેટને લોક તોડીને ક્ષણભરમાં જ ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. બુલેટની ચોરી થતાં વાહન માલિક દ્વારા તાત્કાલિક મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે બુલેટ ચોર બે શખ્સોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હાઇવે પરના અન્ય CCTV ફૂટેજો પણ ચકાસી રહી છે.
આ પણ વાંચો : Amreli : બગસરામાં સિંહણના હુમલાથી બાળકનું મોત, સિંહની અવરજવરને લઈ ગ્રામજનોમાં ફફડાટ


