જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રામસિંહ ગઈકાલે હાજર હતા. તેઓએ વિસાવદર સેસન્સ કોર્ટની સમરી કેસના કામે એક કેસના ફરીયાદી દિનેશ ચનાભાઈ ચૌહાણને નોટિસની સમજ માટે પોલીસ સ્ટેશન બોલાવી સમજ આપી રહ્યા હતા. ત્યારે દિનેશની સાથે આવેલા લલિત ચનાભાઈ ચૌહાણે પોલીસ ઉપર તપાસ બાબતે આક્ષેપો કરીને હોબાળો મચાવ્યો હતો. તે સમયે દિનેશ ચૌહાણ દારૂના નશામાં પોલીસ સ્ટેશનમાં આવ્યો હોવાથી પોલીસે તેની સામે કેફી પીણું પીધા હોવા અંગે ગુનો દાખલ કર્યો હતો. જેથી ઉશ્કેરાઈને લલિતે હેડ કોન્સ્ટેબલને દિનેશને છોડી દેવા બોલાચાલી કરીને ઝઘડો કર્યો અને તેને નહીં છોડે તો દવા પી જવાની ધમકી આપી હતી અને ઋત્વિક લલિત ચૌહાણે હેડ કોન્સ્ટેબલને તમાચો ઝીંકતા મહિલા સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો.


