અત્યારે સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રીવીઝન (SIR) અતંર્ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં બીએલઓની સાથે સાથે સહાયક બીએલઓ તરીકે પણ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશનમાંથી જ 300 થી વધુ કર્મચારીઓને સહાયક બીએલઓ તરીકે કામગીરી સોંપાઈ છે, જેને કોર્પોરેશનની વહીવટી કામગીરી ખોરંભે ચડી જવા પામી છે.
સરની કામગીરી ધીરેધીરે સંવેદનશીલ બની રહી છે. અત્યારે સર હેઠળ મતદારયાદી સુધારણાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે બીએલઓ શિક્ષકને વધારાના સહાયક બીએલઓ આપ્યા છે. ગાંધીનગર કોર્પોરેશનમાંથી જ ટેક્ષ, હિસાબી સહિતના વિવિધ વિભાગોના 300 થી વધુ કર્મચારીઓને સહાયક બીએલઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. બીએલઓની સાથે સાથે સહાયક બીએલઓ ઉપર પણ કામનું ભારણ વધ્યું છે. મતદારોના ભરેલા ફોર્મ એકત્ર કરીને પહોંચતા કરવાની સૌથી મહત્વની જવાબદારી સહાયક બીએલઓના માથે છે.


