રાજકોટના સુરભી પોસીબલ ફ્લેટમાં પાલતું શ્વાને મહિલા પર હુમલો કર્યો છે, અને પાલતું શ્વાને જે મહિલા પર હુમલો કર્યો તેમણે મહિલાને કહ્યું કે, ધ્યાન તો રાખો તો લિફટ પાસે ઉભી રહેલી મહિલાએ તેમને લાફો ઝીંકી દીધો હતો અને બોલાચાલી થઈ હતી, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે.
રાજકોટમાં પાલતુ શ્વાને મહિલા પર કર્યો હુમલો
રાજકોટમાં પાલતુ શ્વાને મહિલા પર કર્યો હુમલો અને શ્વાનના માલિકને ધ્યાન રાખવાનુ કહેતા ઝીંક્યો લાફો અને શ્વાનની મહિલા માલિકે અન્ય મહિલાને લાફો પણ માર્યો છે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે અને મહિલાની દાદાગીરીથી સોસાયટીના રહીશો પરેશાન થયા છે, માથાભારે તત્વો બોલાવી ધમકી પણ આપ્યાનો આક્ષેપ પણ શ્વાનના માલિક પર લાગ્યો છે અને કૂતરાની મહિલા માલિક સામે કાર્યવાહી કરવા માગ છે.
શ્વાનના માલિક વિરુદ્ધ અગાઉ પણ નોંધાઈ છે પોલીસ ફરિયાદ
પાલતુ શ્વાને ફલેટની એક મહિલા પર હિંસક હુમલો કર્યો છે, રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલી સુરભી પોસીબલ ફ્લેટમાં પાલતું શ્વાનનો આતંક છે અને મહિલાએ શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહેતા શ્વાન માલિકે મહિલાને લાફો માર્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પારૂલ ગોસ્વામી નામની શ્વાન માલિકે ફ્લેટની મહિલાને લાફો માર્યો અને કિરણ વાઘેલા પર શ્વાને હુમલો કર્યો અને શ્વાન માલિકે જ મહિલાને થપ્પડ મારી છે, અગાઉ પણ સોસાયટીના લોકોએ શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કરી હતી ફરિયાદ અને
સોસાયટીના રહીશો પર મહિલાની દાદાગીરીથી ત્રસ્ત હોવાનો રહીશોનો આક્ષેપ છે. પહેલા ફરિયાદ કરી હતી ત્યારે મહિલાએ માથાભારે તત્વોને બોલાવીને ધમકાવ્યા હતા.


