અમદાવાદમાં NRI સાથે ઠગાઇ કરતું કોલ સેન્ટર ઝડપાયું છે, અભિષેક પાઠક સહિત 24 યુવક-યુવતીની ધરપકડ કરાઈ છે, આશ્રમ રોડ પર ચાલતા કોલ સેન્ટર પર નવરંગપુરા પોલીસે દરોડા પાડયા છે, સસ્તી દવાના નામે NRI સાથે છેતરપિંડી કરતા હતા અને ગ્રાહક ફોન કરે તો હલકી ગુણવત્તાની દવા આપતા હોવાની વાત સામે આવી છે.
અમદાવાદના આશ્રમ રોડ પર ચાલતું કોલસેન્ટર ઝડપાયું
અમદાવાદથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવી છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે, સામે વાળા જોડે એવી વાત કરે કે જાણે પોતે અમેરિકાથી જ બોલે છે અને દવા મોકલશે તેમ કહી ખાતામાં રૂપિયા નખાવતા હતા અને કૌંભાડ આચરતા હતા, નવરંગપુરા પોલીસને આ બાબતે જાણ હતી અને તેમણે દરોડા પાડયા હતા, નવરંગપુરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સુત્રધાર અભિષેક પાઠક સહિત 24ને ઝડપી લઈ મુખ્ય આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
મુનરાઈઝ રેમેડી કરીને કંપની ખોલી હતી
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્યસૂત્રધાર અભિષેક પાઠક છે અને 24 લોકોની ટીમ આ કામગીરી કરી રહી હતી, જેમાં વિદેશમાં રહેતા ભારતીયોની મેડિકલ અંગેની તકલીફો જાણીને 600 ડોલરનું મેડિસિનનું પેકેજ સમજાવવામાં આવતું હતું. આ પ્રકારે પેકેજ સમજાવીને ઓનલાઈન ડોલર મેળવી લઈને દવા મોકલી આપવામાં આવશે તેમ જણાવી છેતરપિંડી આચરતા હતા, છ મહિના કરતા પણ વધુ સમયથી આ કોલસેન્ટર ચાલતું હોવાની વાત સામે આવી છે.


