અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મેનેજમેન્ટ પર FRC (ફી રેગ્યુલેટરી કમિટી)ના નિયમ વિરુદ્ધ વધારાની ફી ઉઘરાવવાનો આરોપ લાગ્યો છે. અગાઉ FRC દ્વારા સ્કૂલની ફી 39,000 થી ઘટાડીને 22,000 કરવામાં આવી હતી, પરંતુ શાળા દ્વારા હજુ પણ મનમાની મુજબ ફીની વસુલાત કરાઇ રહી હોવાની ફરિયાદો મળી છે.
સ્કૂલને સ્પષ્ટ ખુલાસો કરવા માટે જણાવ્યું
FRCની નોટિસ અનુસાર, સ્કૂલને સ્પષ્ટ ખુલાસો કરવા માટે જણાવ્યું છે કે શું કોઈ ફી વસૂલાત અંગે ઓર્ડર મળ્યો છે કે નહીં.
નવી માંગેલી ફી મંજૂર થયેલી નથી તે પણ શાળા દ્વારા ઉઘરાવાઇ રહી
માહિતી પ્રમાણે નવી માંગેલી ફી મંજૂર થયેલી નથી તે પણ શાળા દ્વારા ઉઘરાવાઇ રહી છે. એફઆરસીના ઓર્ડરને સ્ટે ના આપ્યો હોવા છતાં પણ શાળા દ્વારા મનમાની કરીને ફી ઉઘરાવાઇ રહી છે
અમે હમણાં કોઈપણ પ્રકારની વધારાની ફી ઉઘરાવતા નથી
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ફાધર પેટ્રિક્સે જણાવ્યું કે, અંદાજે 1 વર્ષ પહેલા અમને ડીઇઓની નોટિસ મળી હતી. નોટિસ બાદ અને એફઆરસી એપ્રુવ કરવા માટે અરજી કરી હતી. હાલ મેટર એફઆરસીમાં છે. તેમણે કહ્યું કે અમે હમણાં કોઈપણ પ્રકારની વધારાની ફી ઉઘરાવતા નથી. FRCનો ફાઈનલ નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. જે નિર્ણય આવશે તે મુજબ અમે કામ કરીશું . જો એકસ્ટ્રા ફી પરત કરવાનું રહેશે તો પણ અમે તૈયાર છીએ જો એફઆરસી ફી પરત કરવાનો નિર્ણય કરશે તો અમે કરી દઇશું.હાલમાં શાળાની 2 કરોડની FD ડિપોઝિટ કરેલી છે.


