અમરેલીમાં તસ્કરોનો આતંક ચરમ પર હોય તેમ જણાઈ રહ્યું છે. અમરેલી જિલ્લામાં શિળાયામાં ઠંડીનો લાભ લઈ તસ્કરો બેફાન ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આમાં વધુ એક ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજુલામાં આવેલા સેમસંગ મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી.
કબાટનું તાળુ ન તૂટવાના કારણે શો રૂમ માલિક વધારે નુકસાન થવામાંથી બચી ગયો
ઘટનાની મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલામાં સેમસંગ મોબાઈલની દુકાનના તાળા તોડીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરો ડિસ્પ્લે પરના મોબાઈલની ચોરી કરી હતી. જોકે, તેમનાથી કબાટનું તાળુ ન તૂટવાના કારણે શો રૂમ માલિક વધારે નુકસાન થવામાંથી બચી ગયો હતો. ચોરો આ દુકાનમાંથી 5 મોબાઈલની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. આ પાંચ મોબાઈલની કિંમત અંદાજે બે લાખ રૂપિયા છે.
રાજુલા પોલીસે ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. નસીબ જોગે કબાટમાં રાખેલા મોબાઈલ કબાટના તાળા ન તૂટતા ચોરો ચોરી ના શક્યા હતા. આ મામલે રાજુલા પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.


