ત્રણ અઠવાડિયાથી ઇમરાન ખાનને પરિવાર સાથે મળવા દિધા નથી. બે અઠવાડિયાથી કોઇ સત્તાવાર માહિતી પ્રકાશમાં આવી નથી.
ઇમરાન ખાનના સમર્થકોનું પ્રદર્શન શરુ
અફઘાન મીડિયાએ પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનની હત્યા મામલે ચોંકાવનારો દાવો કર્યો છે. અને સમગ્ર દેશમાં હલચલ પેદા કરી છે. ઇમરાન ખાન અને તેમના પરિવાર વચ્ચે ત્રણ અઠવાડિયાથી કોઇ મુલાકાત થઇ નથી. તેથી ડરનો માહોલ વધી રહ્યો છે. ઇમરાન ખાનના બહેન અલીમા, ઉઝ્મા અને નોરિન આદિયાલા જેલ પહોંચ્યા હતા. પણ તેમને ગેટ પર જ રોકવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, ઇમરાન ખાનના સમર્થકો જેલ બહાર પ્રદર્શનો કરી રહ્યા છે. ઇમરાનની જેલની અંદરની કોઇપણ તસ્વીર જાહેર કરાઇ નથી.
મુખ્ય પાંચ મુદ્દાઓ પર સસ્પેન્સ યથાવત્
1. તબીબોને પણ કરાયા દુર
માર્ચ 2025માં PIMS હૉસ્પિટલની મેડિકલ ટીમે તેમની તપાસ કરી હતી. પરંતુ ઇમરાન ખાનની પાર્ટી PTIએ દાવો કર્યો હતો કે, આ તબીબી પરિક્ષણ માત્ર ડ્રામા હતો. બાદમાં કોઇ વિશ્વસનીય તબીબને તપાસ કરવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી.
2. વકીલો સાથેની મુલાકાત પણ કરાઇ રદ્દ
ઇસ્લામાબાદ હાઇકોર્ટે માર્ચમાં આદેશ આપ્યો હતો કે, વકીલો સાથે ઇમરાન ખાનની મુલાકાત સુનિશ્ચિત કરવામાં આવે. પરંતુ કોર્ટના હુકમને નેવે મુકીને આ મુલાકાત પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
3. પરિવાર સાથેની મુલાકાત પર રોક
ઇમરાન ખાનની બહેન અલીમા ખાન, નૂરીન ખાન અને ઉઝમા ખાનને વારંવાર ગેટ પર જ રોકવામાં આવ્યા હતા. 25 નવેમ્બરના રાત્રે ત્રણે બહેનો જેલની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સાથે ધરણાં પર બેઠી હતી. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે, તેમના ભાઇ સાથે કંઇક ખોટું કરવામાં આવી રહ્યુ છે. પોલીસે ઇમરાન ખાનની બહેનો સાથે રસ્તા પર ગેરવર્તણુંક કરી હતી.
4. બે અઠવાડિયાથી ઇમરાન ખાન મામલે કોઇ સ્પષ્ટ માહિતી નથી
PTI નેતાઓનું કહેવું છે કે, ઇમરાન ખાનને કોઇ ગુપ્ત સ્થાન પર શિફ્ટ કરાયા છે. અથવા તેમને એકાંતવાસમાં મુકવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી જેલમાંથી સત્તાવાર ફોટો અને માહિતીઓ જાહેર કરવામાં આવતી હતી. પરંતુ આ પ્રથમ વખત હતુ કે, તેમના મામલે કોઇ માહિતી સ્પષ્ટ થઇ નથી.
5. જનરલ આસિમ મુનીરે બોલાવી ઇમરજન્સી બેઠક
ઇમરાન ખાનની રહસ્યમયી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે અચાનક ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મિલિટ્રી ઇન્ટેલિજેન્સ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી હાજર હતા. બેઠકનો એજન્ડો સાર્વજનિક કરવામાં આવ્યો નથી. આ બેઠકથી એ વાત સાબિત થાય છે કે, પાકિસ્તાનના રાજકીય ક્ષેત્રે કોઇ મોટી રમત રમાઇ રહી છે.
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચોઃ World News: કોણ છે ભારતમાં રહેતા બેનેઈ મેનાશે યહૂદીઓ?, નેતન્યાહૂએ ઇઝરાયલ લાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી


