વાપી મહાનગરપાલિકા (મનપા) ની નવી વોર્ડ રચના અને સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ નવી રચના મુજબ, વાપી કોર્પોરેશનમાં બેઠકોની ફાળવણી અને અનામતની વિગતો નીચે મુજબ છે.
વાપી મનપાનું નવું વોર્ડ રચના-સીમાંકન જાહેર
વાપી કોર્પોરેશનમાં કુલ 13 વોર્ડમાં 52 બેઠકો છે. જેમાં 14 બેઠકો OBC અનામત, 31 બેઠક સામાન્ય છે. અનુસૂચિત જાતિ માટે 1 બેઠક અનામત જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિ માટે 1 બેઠક અનામત જાહેર કરવામાં આવી છે.
જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે જામનગર જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોની બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ બેઠકોની ફાળવણી 27% OBC અનામત જોગવાઈ મુજબ કરવામાં આવી છે.જામનગર જિલ્લાના અને જામનગર, ધ્રોલ, જોડીયા, કાલાવાડ અને લાલપુર તાલુકા પંચાયતની બેઠક ફાળવણી જાહેર કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત માટે કુલ 24 બેઠક
જામનગર જિલ્લા પંચાયત માટે કુલ 24 બેઠકો પૈકી 6 બેઠકો ઓબીસી અનામત રહેશે. જામનગર તાલુકા પંચાયત માટે કુલ 26 બેઠકો પૈકી 7 બેઠકો ઓબીસી અનામત રહેશે. જોડીયા તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 4 બેઠકો ઓબીસી અનામત રાખવામાં આવી છે. લાલપુર તાલુકામા 18 બેઠકો પૈકી 5 બેઠકો ઓબીસી અનામત છે. ધ્રોલ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 4 બેઠકો ઓબીસી અનામત રાખવામાં આવી છે. જામજોધપુર મા 18 બેઠકો પૈકી 5 બેઠકો ઓબીસી અનામત રાખવામાં આવી છે. કાલાવડ તાલુકા મા 18 બેઠકો પૈકી 5 બેઠકો અનામત રહેશે.
આ પણ વાંચો: ખેડૂતોને 10 કલાક વીજળી નહીં મળતા હોબાળો, કિસાન સંઘે સરકારની જાહેરાત પર ઉઠાવ્યા સવાલ


