ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ગુહાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આફ્રિકન ટીમે 408 રનથી શાનદાર જીત મેળવીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. આ દરમિયાન, મેચ બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ગુસ્સામાં ભડકી ઉઠ્યો હતો. ગુવાહાટી ટેસ્ટ માટે પ્લેઇંગ 11નો ભાગ રહેલા સિરાજ મેચ પછી હૈદરાબાદ ઘરે જતો હતો.
ફ્લાઇટ 4 કલાક મોડી
આ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ બુક કરવામાં આવી હતી, જે સાંજે 7:25 વાગ્યે ઉપડવાની હતી. જોકે, ફ્લાઇટ મોડી પડતી રહી અને ચાર કલાક પછી પણ કોઈ અપડેટ ન મળ્યું. આનાથી સિરાજ ગુસ્સે ભરાયો અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
ફ્લાઇટ મોડી થવાથી સિરાજ ગુસ્સે થયો
ગુરુવારે, મોહમ્મદ સિરાજે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, ગુવાહાટીથી હૈદરાબાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX 2884 સવારે 7:25 વાગ્યે ઉપડવાની હતી. જોકે, એરલાઇન તરફથી કોઈ માહિતી મળી નથી, અને વારંવાર ફોન કરવા છતાં, તેઓએ કોઈ માન્ય કારણ વિના ફ્લાઇટ મોડી કરી છે. આ ખરેખર નિરાશાજનક છે, અને દરેક મુસાફર આ જ પૂછે છે. ફ્લાઇટ ચાર કલાક મોડી પડી છે, અને અમે હજુ સુધી કોઈ અપડેટ વિના ફસાયેલા છીએ. એરલાઇન સાથેનો સૌથી ખરાબ અનુભવ. જ્યાં સુધી તેઓ પગલાં ન લે ત્યાં સુધી હું ખરેખર આ ફ્લાઇટની ભલામણ કોઈને નહીં કરું.
એર ઇન્ડિયાએ સિરાજની પોસ્ટનો આપ્યો જવાબ
ફ્લાઇટમાં વિલંબ અંગે મોહમ્મદ સિરાજના રોષ બાદ, એર ઇન્ડિયાએ પણ પ્રતિક્રિયા આપી. સિરાજની પોસ્ટનો જવાબ આપતા, એરલાઇને જણાવ્યું કે ગુવાહાટીથી હૈદરાબાદ જતી તેમની ફ્લાઇટ, IX 2884, ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે.
સિરાજ ODI સિરીઝનો ભાગ નથી
ટેસ્ટ સિરીઝના સમાપન પછી, ભારત અને સાઉથ આફ્રિકા 30 નવેમ્બરથી ત્રણ મેચની ODI સિરીઝ રમશે. જોકે, મોહમ્મદ સિરાજ સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. સિરાજે સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં 29 ની સરેરાશથી છ વિકેટ લીધી હતી.


