બોટાદ શહેરના પાંજરાપોળ રોડ પર આવેલી એક સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને વહેંચવાનું રેશનિંગનું અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં અનાજની ગેરરીતિ થતી હોવાનું દ્રશ્યમાન થાય છે, જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
દુકાનદાર સામે કાર્યવાહી કરવા માંગ
લોકોની માંગ છે કે અવારનવાર થતી આવી ગેરરીતિઓ છતાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન થતી હોવાથી દુકાનદારો બેફામ બન્યા છે. આ કૌભાંડના વીડિયો બાદ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ કાળા બજાર કરનાર દુકાનદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધ: સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.


