ગુજરાતમા દહેજ અને અન્ય માંગોને લઈને પરીણિતાને ત્રાસ આપવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદની એક યુવતીને લગ્નના એક જ મહિનામાં સાસરયિાઓનો કડવો અનુભવ થયો હતો. યુવતીના પતિએ લગ્નના એક મહિનાના સમયમાં જ તેનું અસલી રૂપ બતાવી દીધું હતું. તેણે ફ્લેટ, થાઈલેન્ટ ટુરનો ખર્ચ અને બેંકમાં રહેલા 32 લાખ જોઈન્ટ એકાઉન્ટમાં રાખવાની માગ કરી શારીરિક ત્રાસ આપ્યો હતો. ત્યાર બાદ પરીણિતાને તરછોડી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
તારે જે પણ કંઈ જોઈએ તે પિયરમાંથી મંગાવજે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી એક યુવતીએ મેટ્રોમોનિયલ સાઈટ પરથી એક યુવકની પસંદગી કરી તેની સાથે લગ્ન કર્યા હતાં. આ યુવક મુળ વડોદરાનો હતો અને તેનું નામ સૂર્યભૂષણ તિવારી છે. બંને જણાના પરિવારની સંમતિથી લગ્ન થયા હતાં. લગ્ન બાદ યુવતી પતિ સાથે રહેવા ગઈ હતી. એક મહિના સુધી બંનેનો સંસાર સારો ચાલ્યો હતો. ત્યાર બાદ સૂર્યભૂષણ એવું કહેવા લાગ્યો હતો કે, તારે જે પણ કંઈ જોઈએ તે પિયરમાંથી મંગાવજે. તારા માતા પિતાએ થાઈલેન્ડ જવાના પૈસા આપવાનું કહેતા હતાં જે હજી સુધી આપ્યા નથી.
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ત્યાર બાદ પતિ તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. તેણે પત્નીના બેંક એકાઉન્ટમાં રહેલા 32 લાખ રૂપિયા જોઈન્ટ એકાઉન્ટમાં મુકવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે માથાકૂટ થતાં પત્નીને પિયર મુકી દેવામાં આવી હતી. ત્યાર બાદ એક મહિનાના સમય બાદ પત્ની તેના સાસરે ગઈ હતી. ત્યાર બાદ તેના પતિએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેને તરછોડી દીધી હતી. આ અંગે મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ક્રિકેટ બાદ Rohit Sharma શેર માર્કેટમાંથી કરશે કરોડોની કમાણી, આ કંપનીમાં કરશે રોકાણ


