કચ્છના અંજાર શહેરમાં પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક આરોપીના સરકારી જમીન પરના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. દબાણ તોડી પાડવામાં આવેલ આરોપીનું નામ મહેશ ઉર્ફે ડાબલો કોલી છે. આ આરોપી સામે બળાત્કાર, હત્યાનો પ્રયાસ, મારામારી, પોક્સો અને છેડતી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે મકાન તોડી પડાયું
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. આરોપી દ્વારા સરકારી જમીન પર કરાયેલું દબાણ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું છે અને જમીનને ખુલ્લી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે.


