એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસનો ધમધમાટ અમદાવાદ સુધી પહોંચ્યો છે. આ કેસના સંદર્ભમાં EDએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.તપાસ અને જપ્તીEDની તપાસ દરમિયાન, અમદાવાદમાં 35 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી, જેને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં મિઝોરમ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી
આ કાર્યવાહી ડ્રગ્સની હેરાફેરીથી થયેલા ગેરકાયદેસર નાણાં પર તરાપ મારવાના હેતુથી કરવામાં આવી છે.કેસની વિગતોઆ કેસ મૂળરૂપે મિઝોરમમાં નોંધાયો હતો, જ્યાં 6 વ્યક્તિઓ પાસેથી અંદાજે 1.41 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. મિઝોરમ પોલીસની સાથે ED પણ આ ડ્રગ્સ મામલે સમાંતર તપાસ કરી રહી છે.
EDની તપાસ દરમિયાન 35 લાખની રોકડ મળી
અમદાવાદનું કનેક્શનEDની તપાસમાં એવું બહાર આવ્યું છે કે ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ (Raw Material) અમદાવાદ અને ગુજરાતના અન્ય કેટલાક સ્થળો પરથી મિઝોરમ મોકલવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે EDએ ગુજરાતમાં તપાસનું કેન્દ્રબિંદુ સક્રીય કર્યું છે.ગુજરાતમાંથી ડ્રગ્સના કાચા માલના સપ્લાયના નેટવર્કને તોડી પાડવા અને મની લોન્ડરિંગની કડીઓ શોધવા માટે EDની તપાસ આગળ વધી રહી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.


