ડ્રોન હુમલાની નિંદા કરતા પાકિસ્તાને તેને અફઘાનિસ્તાનની ઘરતી પરથી આવી રહેલા ખતરા સમાન ગણાવ્યો છે.
ડ્રોન હુમલાથી ક્ષેત્રમાં ઉભી થઇ હલચલ
તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર થયેલા ડ્રોન હુમલાએ પૂર્ણ ક્ષેત્રમાં હલચલ ઉભી કરી છે. આ હુમલામાં ત્રણ ચીની નાગરિકો માર્યા ગયા હતા. અને એક ઘાયલ થયો હતો. પરંતુ આ ઘટનાની એક રાજનૈતિક વળાંક એ છે કે, પાકિસ્તાન હુમલાનું બહાનુ કરીને ચીન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ પેદા કરી રહ્યુ છે. દુનિયાની નજર જ્યાં હુમલા અને સુરક્ષા સ્થિતિની વચ્ચે છે. ત્યાં જ પાકિસ્તાન પોતાના રાજનૈતિક હિત માટે બદલવાનો પ્રયત્ન કરે છે.
પાકિસ્તાને શું આપી પ્રતિક્રિયા ?
ચીનના દૂતાવાસે પુષ્ટી કરી છે કે, પોતાના નાગરિકોને સરહદ વિસ્તારથી દૂર રહેવા માટે સલાહ આપી છે. અને તાજિકિસ્તાન પાસેથી સંપૂર્ણ તપાસની માગ કરી છે. હુમલો અફઘાનિસ્તાન તરફથખી થયો છે. પરંતુ સૌથી તેજ અને સૌથી વધુ આક્રમક નિવેદન પાકિસ્તાને જાહેર કર્યુ છે. પાકિસ્તાને હુમલાની નિંદા કરીને અફઘાનિસ્તાનના આંતરિક ખતરાનો પુરાવો પણ આપ્યો છે. પાકિસ્તાને કહ્યુ હતુ કે, અફઘાનની જમીન પર સક્રિય આતંકવાદી સમૂહ પૂર્ણ ક્ષેત્ર માટે ખતરા સમાન છે. અને સાથે જ ચીન અને તાજિકિસ્તાનના દુઃખને સમજે પણ છે.
પાકિસ્તાનની અફઘાનિસ્તાન વિરુદ્ધ કોઇ ચાલ ?
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં આનો ઉપયોગ તે અફઘાનિસ્તાનમાં નવો દુશ્મન ઉભો કરવા માટે કરશે. આવા પ્રકારના નિવેદન આપીને પાકિસ્તાન ઇચ્છે છે કે, ચીન, અફઘાન તાલિબાન સરકાર પર દબાણ વધારે છે. કારણ સ્પષ્ટ છે કે, તાલિબાને પાકિસ્તાનની વાત માનવા માનવા અંગે ઇન્કાર કર્યો છે. આવા પ્રકારના નિવેદન આપીને પાકિસ્તાન આ ઘટનાનો ઉપયોગ ચીન અને અફઘાનિસ્તાનની વચ્ચે અવિશ્વાસ વધારવા માટે કરી રહ્યુ છે.


