જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સહયોગથી દેડિયાપાડા તાલુકાના જુના મોઝદા ગામે સરકાર ઉ. મા. શાળામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને સશક્ત બનાવવા વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
સાઇબર સેફ્ટી સેલ દ્વારા વિદ્યાર્થિનીઓને ઓનલાઈન ઠગાઈ, સાઇબર ક્રાઈમના પ્રકારો, તેમજ તેનાથી બચવા માટે જરૂરી સુરક્ષા પદ્ધતિ, મજબૂત પાસવર્ડ, ઓટીપી શેર ન કરવો, અજાણી લિંક્સ ન ખોલવી જેવી પ્રાથમિક તકેદારી અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમજ સાઇબર ગુનાઓમાં સરકારી હેલ્પલાઇન, સાઇબર પોર્ટલ અને પોલીસની ઉપલબ્ધ સેવા વિશે જાણકારી અપાઇ હતી. ત્યારબાદ શી-ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે પ્રશ્નોતરી ચર્ચા કરાઈ હતી. અંતે તાલુકા અને જિલ્લાકક્ષાએ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર, ધો.9 અને 10ની તેજસ્વી વિદ્યાર્થિનીઓને સન્માનિત કરાઇ હતી. જે અવસરે શાળાના શિક્ષક નિતીન વસાવાએ સંચાલન કર્યું હતું. જેમાં DHW, મહિલા સહાયતા કેન્દ્ર દેડિયાપાડા અને સખી વનસ્ટોપ સેન્ટરનો સ્ટાફ, સાઇબર સેફ્ટી સેલના રીટાબેન, તેમજ શી-ટીમ દેડિયાપાડા અરૂણાબેન વસાવા સહિત શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યાં હતા.


