ઘોઘંબાના ગલીબલી ગામે તા.3.10.2022ના રોજ કોતરમાં રાકેશ રેસિંગભાઈ રાઠવા ગામના રાયસીંગ ગોહાયડા રાઠવાની છોકરી સુમિત્રા સાથે ભાગી ગયેલ, તેની અદાવતે બંનેને પકડી લાવી રાયસીંગ ગોહાયડા રાઠવા અને તેના પુત્ર મહેશે રાકેશને મારમારી મોત નિપજાવી લાશને આંબાખુટ કોતરમાં ખેતરના શેઢા પાસે નાખી દીધી હતી. જે બાબતેની ફરીયાદ રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ ત્રીજા એડી. સેશન્સ જજની હાલોલ કોર્ટમાં ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ આર.એમ. ગોહીલની દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપી મહેશ રાઠવા તથા રાયસીંગ રાઠવાને આજીવન કેદ અને રૂ.25 હજારનો દંડનો હુકમ કર્યો હતો.


