સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉઘલ ગામે બે પરિવારો વચ્ચે જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. આ મારામારી એટલી હદે વણસી હતી કે ૩ થી ૪ જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે.
લીંબડીના ઉઘલમાં જાહેરમાં મારામારી
તમને જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત બન્ને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઉઘલ ગામે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે હુમલો કરનારા 3 થી 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં સશસ્ત્ર મારામારીની આ ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો : Gandhinagar માં પાલતુ શ્વાન રાખવું હવે નહીં હોય મફત, AMC દ્વારા રજિસ્ટ્રેશન ફરજિયાત, ગંદકી કરનાર પર રૂ. 500 નો દંડ


