સુરત પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. વર્ષ 2013માં અંગત અદાવતને કારણે કરવામાં આવેલી એક હત્યાના ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર ચાલતા વોન્ટેડ આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ નરેન્દ્ર રાજપૂત છે, જેણે 2013માં હત્યાનો ગુનો આચર્યો હતો. ગુનો કર્યા બાદ તે પોલીસથી બચવા માટે સતત ગુજરાત બહારના અલગ-અલગ રાજ્યોમાં રહેતો હતો અને પોતાનું ઠેકાણું બદલતો રહેતો હતો.
પોલીસને મળી મોટી સફળતા
હત્યાના આ ગંભીર ગુનામાં વોન્ટેડ રહેલા આરોપી નરેન્દ્ર રાજપૂતને પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુરતના વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના સકંજામાં આવ્યા બાદ, પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે અને 13 વર્ષ સુધી તે ક્યાં અને કેવી રીતે છુપાયેલો હતો, તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. આ ધરપકડને કારણે લાંબા સમયથી ચાલી રહેલા કેસમાં ન્યાયની દિશા ખૂલી છે.
આ પણ વાંચો : Surat News : SITCO ના ડ્રાઇવરનો DCP સામે બેફામ જવાબ, ‘મારા સાહેબ પણ રોંગ સાઈડથી જ આવે છે…


