ભારતીય વાયુસેના (IAF) એ શ્રીલંકાના ભૂસ્ખલનગ્રસ્ત કોટમલે વિસ્તારમાં માનવતાવાદી સહાય (Humanitarian Assistance – HA) હેઠળ મોટી અને સઘન કામગીરી હાથ ધરી છે. આ વિસ્તાર રોડ માર્ગો તૂટી જવાથી સંપૂર્ણપણે અલગ પડી ગયો હતો. દિવસ દરમિયાન, IAF ના હેલિકોપ્ટરોએ શ્રીલંકન સત્તાવાળાઓ સાથે મળીને કામ કર્યું અને ભૂસ્ખલનમાં ફસાયેલા 45 વ્યક્તિઓનું સફળતાપૂર્વક સ્થળાંતર (Evacuation) કર્યું. રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 6 ગંભીર રીતે ઇજાગ્રસ્તો અને 4 નવજાત શિશુઓનો સમાવેશ થાય છે, જેમને સુરક્ષિત રીતે કોલંબો પહોંચાડવામાં આવ્યા.
NDRF નું સ્થળાંતર
બચાવ કામગીરીમાં સામેલ લોકોમાં 12 ભારતીય નાગરિકો અને શ્રીલંકન નાગરિકોની સાથે વિવિધ દેશોના વિદેશી નાગરિકોનો મોટો સમૂહ પણ સામેલ હતો. IAF ના IL-76 અને C-130 વિમાનો દ્વારા અત્યાર સુધીમાં 323 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં આવ્યા છે, અને અન્ય 100 ભારતીયોને પાછા લાવવાની યોજના છે. IAF એ શ્રીલંકામાં રાહત અને ક્લિયરન્સ પ્રયાસોને મજબૂત કરવા માટે 57 શ્રીલંકન આર્મીના જવાનોને એરલિફ્ટ કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડ્યા છે. આ ઉપરાંત, IAF દ્વારા અન્ય એક મહત્ત્વની કામગીરીમાં, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF) ની ટીમોને પુણે અને વડોદરાથી C-17 વિમાન દ્વારા ચેન્નાઈ તરફ એરલિફ્ટ કરવામાં આવી રહી છે, જે સંભવિતપણે સ્થાનિક રાહત કાર્યો માટે કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Junagadh News : પ્લાસ્ટિકનું પ્રદૂષણ બન્યું જીવલેણ! હરણ પ્લાસ્ટિક ખાતા જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓમાં રોષ


