ચાઇનીઝ ગેંગ માટે કમ્બોડિયા મોકલતો હતો સીમ કાર્ડ અને 1500થી વધુ સીમ કાર્ડ ચાઇનીઝ ગેંગને મોકલ્યા હતા તેવી વાત સામે આવી છે, આરોપી દુબઇ સ્થિત બે એજન્ટોને સીમ કાર્ડ મોકલતો હતો અને ભાવેશ જોશી, નરેન્દ્ર અખાણીને મોકલતો હતો કાર્ડ. એક સીમ કાર્ડનું 1200 રૂપિયા જેટલું કમિશન લેતો હતો અને કૌભાંડમાં મોબાઇલ સર્વિસ કંપનીના એજન્ટોની પણ ભૂમિકા હોવાની વાત છે.
સીમ કાર્ડ એકત્ર કરવા પણ ગોઠવ્યું હતું નેટવર્ક
કમ્બોડિયા અને મ્યાંનમારના સક્રિય ચાઈનીઝ ગેંગ માટે ભારતમાંથી મોટાપ્રમાણમાં ડમી સીમકાર્ડ મોકલતી ગેંગના મુખ્ય સાગરિતને ઝડપી લેવામાં અમદાવાદ સાયબર ક્રાઈમને મહત્વની સફળતા મળી છે. બનાસકાંઠાનો રહેવાસી અને મુખ્ય સુત્રધાર કુલદીપ જોષી દુબઈ સ્થિત બે એજન્ટોને સીમ કાર્ડ મોકલતો હતો. અત્યાર સુધીમાં કુલદીપે તેની ગેંગ સાથે મળીને ૧૫૦૦થી વધુ સીમકાર્ડ ગુજરાતમાંથી દુબઈ મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ ગેંગની પુછપરછમાં હજુ પણ અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે
સાયબર સેલના અધિકારીઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સીમકાર્ડ સપ્લાયના કૌભાંડમાં મોબાઈલ સર્વિસ કંપનીના એજન્ટોની ભુમિકા ખુલી છે. તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમે આ જ કેસમાં વિજય રાવળ, શુભમ પરાડિયા અને કિરણ ઠક્કરને ઝડપી લીધા હતા. તેઓ ગ્રાહકોના ડોક્યુમેન્ટના આધારે ડમી સીમકાર્ડ ઈ સ્યુ કરાવીને ચાઈનીઝ ગેંગ માટે દુબઈ મોકલવના કામમાં જોડાયેલા હતાં. આરોપીઓની પુછપરછમાં સુત્રધાર તરીકે બનાસકાંઠાના કાંકરેજમાં રહેતા કુલદીપ જોષીનુ નામ ખુલતા તેને ઝડપી લેવાયો છે.. જે ગુજરાતમાંથી સબ એજન્ટોની મદદથી ગેરકાયદે સીમ કાર્ડ મોકલતો હતો.
કુલદીપ જોષી સીમકાર્ડના કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે
આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાદિક માકડીયાએ જણાવ્યું કે, કુલદીપ જોષી સીમકાર્ડના કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. જે ચાઈનીઝ ગેંગ માટે દુબઇમાં કામ કરતા ભાવેશ જોષી અને નરેન્દ્ર અખાણીને ભારતમાંથી સીમકાર્ડ મોકલતો હતા. ગુજરાતમાં કામ કરતા કુલદીપ સહિતના યુવકો દુબઈમાં રહેતા બે એજન્ટોને સીમકાર્ડ મોકલી અપાતા હતા. જેના માટે રૂ. ૧.૫૦૦નું કમિશન મળતું હતું.


