આજકાલ ફેટી લીવરની બીમારી ઝડપથી વધી રહી છે. વિશ્વભરમાં લાખો લોકો આ સમસ્યાથી પીડાય છે. પહેલા એવી માન્યતા હતી કે જે લોકો આલ્કોહોલનું વધુ સેવન કરે છે તેમનામાં જ આ સમસ્યા જોવા મળે છે. પરંતુ આજે લોકોની ખોટી ખાનપાનની આદતો, વ્યસ્ત અને ઝડપી જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સમસ્યા વધી છે.
યુવાનો લીવર સંબંધિત સમસ્યાના શિકાર
આશ્ચર્યજનક બાબત એ છે કે મોટા ભાગના યુવાનો લીવર સંબંધિત સમસ્યાના શિકાર થઈ રહ્યા છે. આનું સૌથી મોટું કારણ લીવરમાં વધુ પડતી ચરબીનો સંચય એટલે કે ફેટી લીવર છે. જ્યારે લીવરમાં ચરબી જમા થાય છે, ત્યારે તે ધીમે ધીમે લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે અને તેમના કાર્યમાં અવરોધ ઉભો કરે છે. એટલે જ લીવર સ્વસ્થ રહે તે જરૂરી છે. લીવર સ્વસ્થ રાખવાનો આપણા રસોડામાં જ ઉપચાર રહેલો છે. એક ખૂબ જ નાનું અને સસ્તું ફળ લીવરની સમસ્યામાં એક ઔષધિ તરીકેનું કામ કરે છે.
લીવરને સાફ કરવાનો ઘરેલુ ઉપચાર
લીવરને સાફ કરવામાં નાનું લીંબુ બેસ્ટ ઉપચાર છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ અને વિટામિન સી હોય છે. તેનું સેવન શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને લીવરના કોષોને સક્રિય કરવામાં મદદ કરે છે. અત્યારે ઠંડીના દિવસોમાં તમે 15 દિવસ માટે લીંબુ ડિટોક્સ યોજનાનું પાલન કરો. તમારા શરીરમાં તરત ફેરફાર દેખાવા લાગશે. લીંબુના ઉપયોગ સાથે જીવનશૈલીમાં થોડા નાના ફેરફારો કરશો તો ફેટી લીવરની સમસ્યામાં રાહત મળશે.
શરીરને ડિટોક્સ કરશે લીંબુ
લીંબુ પાણી શરીરને ડિટોક્સ કરશે. સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અડધું લીંબુ નિચોવીને પીવું. આ તમારી પાચન પ્રક્રિયાને સક્રિય કરે છે. શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જશે. જેના કારણે તમને ભારેપણું નહીં લાગે અને લીવર સ્વસ્થ થશે. જો તમને થોડી મીઠાશ ગમતી હોય તો એક ચમચી મધ ઉમેરો. આ ડિટોક્સ ડ્રિંકસ શરીરને કુદરતી ઉર્જા પ્રદાન કરે છે અને પેટને શાંત કરે છે. ડિટોક્સિંગનો અર્થ ભૂખ્યા રહેવું નથી, પરંતુ યોગ્ય ખાવું છે.
આ આદતો લીવર સ્વસ્થ રાખશે
લીવરને સ્વસ્થ રાખવા લીંબુની આ ટિપ્સ આહારમાં બદલવાની સાથે કસરતને પણ સામેલ કરો. દરરોજ અડધો કલાક હળવું ચાલવા, યોગા અથવા સ્ટ્રેચિંગ કરવાથી લીવર સ્વસ્થ રહેશે. વજન પણ નિયંત્રણમાં રહેશે. ઊંઘ પણ ડિટોક્સિફિકેશનનો એક આવશ્યક ભાગ છે. તેથી, પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાત્રે જાગતા રહેવાથી લીવર આરામથી વંચિત રહે છે, જે સમસ્યાઓને વધુ ખરાબ કરી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


