શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહે ભારે તબાહી મચાવી છે, જેના કારણે ત્યાંના લોકોને જીવવુ મુશ્કેલ બની ગયુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 334 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને હજુ પણ 370 લોકો ગુમ છે. સૌથી વધારે પ્રભાવિત જિલ્લો કેન્ડી છે.જ્યાં 88 લોકોના મોત નીપજ્યા છે અને 150 લોકો ગુમ થયા છે.
3,09,607 પરિવારોના 11,18,929 લોકો પ્રભાવિત થયા
ચક્રવાત દિતવાહને કારણે શ્રીલંકામાં ચારે તરફ વિનાશે વિનાશ જ જોવા મળી રહ્યો છે લોકો છત કે ઘર બહાર વગર ખુલ્લામાં રાત વિતાવવી પડી રહી છે. ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓ પર હજુ પણ પાણી ભરેલા જોવા મળ્યા છે. 3,09,607 પરિવારોના 11,18,929 લોકો પ્રભાવિત થયા છે. નદીઓમાં જળસ્તર પણ વધવા લાગ્યા છે.
સ્ટારલિંકે આ વિસ્તારોમાં મફત ઇન્ટરનેટની જાહેરાત કરી
આ આપદા વચ્ચે સ્ટારલિંકે પ્રભાવિત વિસ્તારોમાં મફત ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યુ કે આ સેવા ડિસેમ્બર 2025 સુધી નવા અને હાલના ગ્રાહકો માટે મફત રહેશે.
ભારતનુ ઓપરેશન સાગર બંધુ
શ્રીલંકામાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે ભારતે શ્રીલંકા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યુ અને શ્રીલંકાની મદદ માટે રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી છે. ભારતીય વાયુસેનાએ કોલંબો મોકલેલા વિમાન દ્વારા 21 ટન રાહત સામગ્રી અને 80 ટનથી વધારે અન્ય વસ્તુ અને ઉપકરણો પહોંચાડવામાં આવ્યા છે. ભારતના પુણે માંથી પણ એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે. શ્રીલંકામાં થયેલા નુકસાનને લઇને ભારતના વિદેશમંત્રી એસ જય શંકરે કહ્યુ કે ભારતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઝડપી, સંકલિત અને માનવતાવાદી રાહત પ્રયાસો દ્વારા શ્રીલંકાને ટેકો આપ્યો છે.આ મિશન ભારતનુ પડોશી દેશ પ્રતિ મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.


