સિડનીમાં પોલીસે એક મોટાં આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ રેકેટનો પર્દાફાશ કરતા 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ચારેય આરોપીઓ પર બાળકો સાથે યૌન શોષણ સાથે જોડાયેલા વીડિયો ઓનલાઇન શેર કરી દેવાનો આરોપ સામે આવ્યો છે.આ નેટવર્ક એક વૈશ્વિક બાળ શોષણ જૂથ સાથે જોડાયેલું હતું જેના વીડિયોમાં ખતરનાક ધાર્મિક વિધિઓ અને શેતાની પ્રતીકો દર્શાવવામાં આવતા હતા.પોલીસે આ કાર્યવાહીને ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ગણાવી છે.
શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ દરમિયાન આ નેટવર્કની ઓળખ કરી
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે ઓનલાઇન એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ પર ચાલી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ દરમિયાન આ નેટવર્કની ઓળખ કરી. ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડેન્ટ જેન ડોહર્ટીએ જણાવ્યું કે આ સામાન્ય ગુનો નહોતો, પરંતુ તેમાં બાળકોને જેમાં શેતાની વિધિઓ સાથે જોડાયેલા પ્રતીકો અને ધાર્મિક વિધિઓનો ઉપયોગ કરીને બાળકોને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. અને વાતચીતમાં પણ એવા સંકેતો મળ્યા કે આરોપીઓ આવા જ ક્રૂર વીડિયો શેર કરતા હતા.
આરોપીઓ કેવી રીતે પકડાયા?
આરોપીઓ કેવી રીતે પકડાયા?
ગયા ગુરુવારે સિડનીમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા અને ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવી. પોલીસે તેમના રહેવાના સ્થળોથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા, જેમાં હજારોથી વધુ વિડિઓ સંગ્રહિત હતા. આ સામગ્રી એવા બાળકોની હતી જેમની વય અમુક મહિનાથી લઈને 12 વર્ષ સુધી હોવાનું જાણવા મળે છે. પોલીસનું કહેવું છે કે પુરાવા બતાવે છે કે આરોપીઓ એક વૈશ્વિક નેટવર્કનો ભાગ હતા, જે ઓનલાઇન બાળકો પર અત્યાચાર સંબંધિત વીડિયો શેર કરતા હતા
આંતરરાષ્ટ્રીય નેટવર્કની કડી?
પોલીસે જણાવ્યું કે આ નેટવર્ક અલગ-અલગ દેશોમાં ફેલાયેલા લોકો વચ્ચે વીડિયો શેર કરતું હતું. તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે આરોપીઓ શૈતાની અને ઓકાલ્ટ પ્રતીકો સાથેના વીડિયો શેર કરતા હતા. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કેસમાં જે વિડિઓ મળ્યા છે, તે આરોપીઓએ પોતે બનાવ્યા નહોતા, પરંતુ તેઓએ તેને શેર કર્યા હતા અને તેમની ઉપર ચર્ચાઓ પણ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે તેઓ વૈશ્વિક એજન્સીઓ સાથે મળીને આ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પીડિત બાળકો કોણ હતા, તેમને ક્યાં પ્રતાડિત કરવામાં આવ્યા અને આ ગુના પાછળ કોણ કોણ સામેલ છે…


